Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિતાલી દીદીને રન-ટૅલીમાં વટાવી જવાની ક્યારેય કલ્પના નહોતી કરી

મિતાલી દીદીને રન-ટૅલીમાં વટાવી જવાની ક્યારેય કલ્પના નહોતી કરી

Published : 05 September, 2026 04:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન હવે સ્મૃતિ માન્ધનાના, ભારતની જ મિતાલી રાજનો રેકૉર્ડ તોડ્યો

હૉન્ગકૉન્ગ સામેની મૅચના પ્લેયર ઑફ ધ મૅચના અવૉર્ડ સાથે સ્મૃતિ માન્ધના.

હૉન્ગકૉન્ગ સામેની મૅચના પ્લેયર ઑફ ધ મૅચના અવૉર્ડ સાથે સ્મૃતિ માન્ધના.


વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં હાઇએસ્ટ રન-સ્કોરર તરીકેનો મિતાલી રાજનો ૧૮૮૮ દિવસનો સિલસિલો ગુરુવારે સમાપ્ત થયો હતો. ૨૦૨૧ની ત્રણ જુલાઈથી મિતાલી રાજના માથા પર નંબર વન બૅટરનો તાજ હતો. સ્મૃતિ માન્ધનાએ ગુરુવારે એશિયા કપમાં હૉન્ગકૉન્ગ સામે ફટકારેલી પોતાની રેકૉર્ડ ૧૮મી સદી સાથે વિમેન્સ ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ રન કરવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. 
હૉન્ગકૉન્ગ સામેની મૅચ પછી સ્મૃતિ માન્ધનાએ કહ્યું કે ‘હું કહીશ કે ભારતીય ક્રિકેટ માટે ચોક્કસપણે આ એક મહાન દિવસ હતો. મિતાલી દીદી અમારા માટે રોલ-મૉડલ રહી છે. અમે બધાં તેમની બૅટિંગ જોઈને મોટાં થયાં છીએ. તેથી તેમની રન-ટૅલીને વટાવી જવા વિશે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી, પરંતુ મને ખુશી છે કે બે ભારતીયો ટોચનાં બે સ્થાનો ધરાવે છે. હું કહીશ કે આ ફક્ત શરૂઆત છે.’
૩૦ વર્ષની સ્મૃતિ માન્ધના ૨૦૧૩થી ભારતીય ટીમ માટે ૩૦૩ મૅચોમાં ૧૦,૮૮૦ રન ફટકારી ચૂકી છે. તેણે ૧૭૩ T20 મૅચમાં બે સદીની મદદથી ૪૬૮૧ રન, ૧૨૦ વન-ડે મૅચમાં ૧૪ સદીની મદદથી ૫૪૧૧ રન અને નવ ટેસ્ટ-મૅચમાં બે સદીની મદદથી ૭૮૮ રન કર્યા છે. 

મેં તને એક યુવા ખેલાડીમાંથી ભારતની શ્રેષ્ઠ બૅટર્સમાંની એક બનતાં જોઈ છે. મારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે કે તેં મારો રેકૉર્ડ તોડ્યો. મને આશા છે કે તું પુષ્કળ રન બનાવતી રહે અને નવાં સીમાચિહ્‌નો પ્રાપ્ત કરતી રહે. ઊંચાઈ પર આગળ વધતા રહો. - ભારતીય ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજ



10,880


આટલા રન સાથે હાઇએસ્ટ વિમેન્સ રન-સ્કોરર બની સ્મૃતિ માન્ધના. મિતાલી રાજે ૩૩૩ મૅચમાં કરેલા ૧૦,૮૬૮ રનનો રેકૉર્ડ તોડ્યો.

18


વિમેન્સ ઇન્ટરનૅશનલમાં હાઇએસ્ટ આટલી સદી ફટકારી સ્મૃતિએ. મેગ લૅનિંગ અને લૉરા વૉલ્વાર્ટનો ૧૭ સદીનો રેકૉર્ડ તોડ્યો.

95

ભારત માટે સૌથી વધુ આટલા  T20 સિક્સ નોંધાવ્યા સ્મૃતિએ.

124

સ્મૃતિ માન્ધનાએ આટલા રનનો સ્કોર કરીને વિમેન્સ ભારતીય T20 ટીમ સહિત વિમેન્સ એશિયા કપનો પણ હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો.

93

વિમેન્સ ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ આટલા ૫૦ પ્લસના સ્કોરના મામલે મિતાલી રાજની બરાબરી કરી સ્મૃતિ માન્ધનાએ.

મેન્સ-વિમેન્સ ઇન્ટરનૅશનલના ટૉપ બૅટર અને બોલર

મેન્સ ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ રન : સચિન તેન્ડુલકર (૩૪,૩૫૭ રન)

મેન્સ ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ વિકેટ : મુથૈયા મુરલીધરન (૧૩૪૭ વિકેટ)

વિમેન્સ ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ રન : સ્મૃતિ માન્ધના (૧૦,૮૮૦ રન)

વિમેન્સ ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ વિકેટ : દીપ્તિ શર્મા (૩૬૨ વિકેટ)

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK