જાન્યુઆરી ૨૦૦૯માં ICCની ૧૦૦મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે લૉન્ચ કરાયેલા આ પુરસ્કારથી સન્માનિત થનાર લોકોની સંખ્યા ૧૨૫ થઈ છે
ICCના આ સન્માન સમારોહમાં ICC ચૅરમૅન જય શાહે અંજુમ ચોપડા અને કેવિન પીટરસનને ICC હૉલ ઑફ ફેમથી સન્માનિત કર્યા હતા
સ્કૉટલૅન્ડમાં હાલમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)અે ભારતની મહિલા ટીમનાં ભૂતપૂર્વ કૅપ્ટન અંજુમ ચોપડા અને પુરુષ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી સહિત ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ સ્ટાર બૅટર કેવિન પીટરસનને ICC હૉલ ઑફ ફેમથી સન્માનિત કર્યાં હતાં.
જાન્યુઆરી ૨૦૦૯માં ICCની ૧૦૦મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે લૉન્ચ કરાયેલા આ પુરસ્કારથી સન્માનિત થનાર લોકોની સંખ્યા ૧૨૫ થઈ છે. ICC હૉલ ઑફ ફેમ એવા લોકોનું સન્માન કરે છે જેમની સિદ્ધિઓ, કુશળતા અને કાયમી પ્રભાવે રમતને આકાર આપ્યો છે. ઇન્ટરનૅશનલ કરીઅર સમાપ્ત થયાનાં પાંચ વર્ષ બાદ ખેલાડીઓ આ સન્માનને પાત્ર બને છે. હવે આ સન્માન મેળવનાર ભારતીયોની સંખ્યા ૧૩ થઈ છે.
ADVERTISEMENT
ICCના આ સન્માન સમારોહમાં ICC ચૅરમૅન જય શાહે અંજુમ ચોપડા અને કેવિન પીટરસનને ICC હૉલ ઑફ ફેમથી સન્માનિત કર્યા હતા. સૌરવ ગાંગુલી આ સમારોહમાં હાજર રહી શક્યા નહોતા અને તેણે આભાર માનતો એક વિડિયો મેસેજ મોકલ્યો હતો.
