સાઉથ આફ્રિકાની SA20ની તૈયારી માટે હાલમાં સૌરવ ગાંગુલીએ પ્રિટોરિયા કૅપિટલ્સના પ્રૅક્ટિસ-સેશનમાં હાજરી આપી હતી
સૌરવ ગાંગુલી
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ પહેલી વખત હેડ કોચ તરીકે મેદાનમાં એન્ટ્રી મારી છે. આગામી ૨૬ ડિસેમ્બરથી આયોજિત સાઉથ આફ્રિકાની SA20ની તૈયારી માટે હાલમાં સૌરવ ગાંગુલીએ પ્રિટોરિયા કૅપિટલ્સના પ્રૅક્ટિસ-સેશનમાં હાજરી આપી હતી. ૫૩ વર્ષનો સૌરવ ગાંગુલી આ ટુર્નામેન્ટનો પોતાનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ શરૂ કરશે. તે હાલમાં દિલ્હી કૅપિટલ્સ ફ્રૅન્ચાઇઝીની કંપનીનો ક્રિકેટ ડિરેક્ટર, ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગૉલનો વડો, ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં ટાઇગર્સ ઑફ કલકત્તાના માલિક અને મેન્ટરની ભૂમિકા પણ ભજવે છે.


