છેલ્લે ભારત સામે રમી હતી બે ટેસ્ટ-મૅચની સિરીઝ
ધનંજય ડી સિલ્વા
શ્રીલંકાના ટેસ્ટ-કૅપ્ટન ધનંજય ડી સિલ્વાએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ૩૫ વર્ષના ધનંજય ડી સિલ્વાએ ૨૦૨૪ અને ૨૦૨૬ વચ્ચે ૧૮ ટેસ્ટ-મૅચોમાં શ્રીલંકાનું નેતૃત્વ કર્યું હતું. તેના નેતૃત્વ હેઠળ ટીમે ૭ મૅચ જીતી, ૮ ગુમાવી અને ત્રણ મૅચ ડ્રૉ રહી હતી. સ્પિન ઑલરાઉન્ડર ધનંજય ડી સિલ્વાએ કહ્યું, ‘મારું દૃઢપણે માનવું છે કે કૅપ્ટનપદની જવાબદારી હવે નવી પેઢીને સોંપવી જોઈએ. હું પ્લેયર તરીકે રમતો રહેવા માટે ઉપલબ્ધ છું.’ શ્રીલંકાએ છેલ્લે ભારત સામે ઑગસ્ટ મહિનામાં બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમી હતી, જેમાં બીજી ટેસ્ટ-મૅચ ડ્રૉ રહેતાં ભારત ૧-૦થી જીત્યું હતું. શ્રીલંકા આગામી ૯ નવેમ્બરથી પાકિસ્તાનમાં ટેસ્ટ-સિરીઝ રમશે.
