Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિમેન્સ ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ છીનવાઈ જવાથી શ્રીલંકન ક્રિકેટને ૨૦ મિલ્યન ડૉલરનું નુકસાન થશે

વિમેન્સ ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ છીનવાઈ જવાથી શ્રીલંકન ક્રિકેટને ૨૦ મિલ્યન ડૉલરનું નુકસાન થશે

Published : 04 September, 2026 10:12 AM | IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ICC વિમેન્સ ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૭ની યજમાની શ્રીલંકા પાસેથી છીનવાઈને ભારતને મળતાં શ્રીલંકન ક્રિકેટને સ્પૉન્સરશિપ, ટિકિટ અને અન્ય આવકમાં અંદાજે ૨૦ મિલ્યન ડૉલરનું નુકસાન થયું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇન્ટરનૅશનલ ક્રિકેટ બોર્ડ (ICC)એ ફેબ્રુઆરી ૨૦૨૭માં આયોજિત પહેલી ICC વિમેન્સ ચૅમ્પિયન્સ ટ્રોફીની યજમાની શ્રીલંકા પાસેથી છીનવીને ભારતને આપી છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડમાં મૅનેજમેન્ટની ખામીઓને કારણે શ્રીલંકા પાસેથી યજમાન-અધિકારો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
ICC ટુર્નામેન્ટની યજમાની છીનવાઈ જવાથી શ્રીલંકન ક્રિકેટને અંદાજિત ૨૦ મિલ્યન ડૉલર એટલે કે આશરે ૧૮૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ અંદાજિત નુકસાનમાં સ્પૉન્સરશિપ, ટિકિટ-વેચાણ, હૉસ્પિટલિટી અને અન્ય વ્યાપારી તકોમાંથી હોસ્ટિંગ સંબંધિત કમાણીનો સમાવેશ થાય છે. 
પહેલી ICC વિમેન્સ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત, શ્રીલંકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા એમ ૬ ટીમો ભાગ લેશે. ૧૪થી ૨૮ ફેબ્રુઆરી વચ્ચેની આ ટુર્નામેન્ટ મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમ અને બરોડાના ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ૧૯૭૩માં પહેલો વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ અને ૨૦૦૯માં પહેલો વિમેન્સ T20 વર્લ્ડ કપ ઇંગ્લૅન્ડમાં યોજાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 10:12 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK