ભારત સામેની બીજી ટેસ્ટ પહેલાં શ્રીલંકાએ ચાર ખેલાડીઓને બહાર કરીને કામિલ મિશારા અને સહાન અરાચિગેને 14 સભ્યોની ટીમમાં સામેલ કર્યા છે. દિનેશ ચંદીમલ ઇન્જરીને કારણે બહાર છે.
કામિલ મિશારા અને સહાન અરાચિગે
આવતી કાલથી શરૂ થતી ભારત સામેની ટેસ્ટ-મૅચ માટે યજમાન શ્રીલંકાએ પોતાની ટેસ્ટ-સ્ક્વૉડમાં મોટા ફેરફાર કર્યા છે. ચાર ખેલાડીઓને ડ્રૉપ કરીને માત્ર બે ખેલાડીઓને ઉમેરીને ૧૪ સભ્યોની સ્ક્વૉડની જાહેરાત કરવામાં આવી છે. વિકેટકીપર-બૅટર દિનેશ ચંદીમલ પહેલી ટેસ્ટ-મૅચમાં ગરદનમાં થયેલી ઇન્જરીને કારણે બીજી ટેસ્ટ-મૅચમાં નહીં રમી શકશે. યંગ બૅટર નિશાન મદુષ્કા, સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર રમેશ મેન્ડિસ અને ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. પચીસ વર્ષના ઓપનિંગ બૅટર કામિલ મિશારા અને ૩૦ વર્ષના સ્પિન ઑલરાઉન્ડર સહાન અરાચિગેને બીજી ટેસ્ટ-મૅચ માટે સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. સહાન અરાચિગે પાંચ વન-ડે અને એક T20 રમીને ત્રણ વિકેટ લઈ ચૂક્યો છે. કામિલ મિશારા ૬ વન-ડે અને ૨૮ T20 મૅચ રમ્યો છે. બન્નેનું શ્રીલંકા તરફથી ટેસ્ટ-ડેબ્યુ હજી બાકી છે.
