શ્રીલંકાની સિલેક્શન કમિટીએ T20 વર્લ્ડ કપ 2026 માટે પ્રારંભિક સ્ક્વૉડ તૈયાર કરી છે. આ કમિટીએ પુષ્ટિ કરી છે કે ઑલરાઉન્ડર દાસુન શનાકા આગામી T20 વર્લ્ડ કપ 2026ના અંત સુધી શ્રીલંકાની T20 ટીમનો કૅપ્ટન રહેશે.
દાસુન શનાકા T20 વર્લ્ડ કપ 2026ના અંત સુધી શ્રીલંકાનો કૅપ્ટન રહેશે
શ્રીલંકાની સિલેક્શન કમિટીએ T20 વર્લ્ડ કપ 2026 માટે પ્રારંભિક સ્ક્વૉડ તૈયાર કરી છે. આ કમિટીએ પુષ્ટિ કરી છે કે ઑલરાઉન્ડર દાસુન શનાકા આગામી T20 વર્લ્ડ કપ 2026ના અંત સુધી શ્રીલંકાની T20 ટીમનો કૅપ્ટન રહેશે. વાઇટ બૉલ ટીમોના કૅપ્ટન ચરિથ અસલાંકાને પદ પરથી હટાવવાના નિર્ણય પાછળના કારણની યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી નથી.
હાલમાં પાકિસ્તાનમાં આયોજિત ત્રિકોણીય T20 સિરીઝમાંથી બીમાર પડીને ચરિથ અસલાંકા શ્રીલંકા પરત ફર્યો ત્યારે દાસુન શનાકા સ્ટૅન્ડ-ઇન કૅપ્ટનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. અસલાંકાને વર્લ્ડ કપની ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. ગયા વર્ષથી તેની કૅપ્ટન્સીમાં T20 ફૉર્મેટમાં શ્રીલંકાને ૧૧ જીત અને ૧૪ હાર મળી છે. બૅટર તરીકે પણ તેનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું.


