ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર જ્યૉર્જ બેઇલીએ ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ ટેસ્ટ-સિરીઝ અંગે મોટું નિવેદન આપ્યું છે
ઑસ્ટ્રેલિયા આ ભૂતપૂર્વ કૅપ્ટને પુષ્ટિ કરી છે કે ‘જો પૅટ કમિન્સ સંપૂર્ણ ફિટ ન હોવાને કારણે નહીં રમે તો ઍશિઝમાં સ્ટીવ સ્મિથ કૅપ્ટન્સી કરશે.
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર જ્યૉર્જ બેઇલીએ ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ ટેસ્ટ-સિરીઝ અંગે મોટું નિવેદન આપ્યું છે. ઑસ્ટ્રેલિયા આ ભૂતપૂર્વ કૅપ્ટને પુષ્ટિ કરી છે કે ‘જો પૅટ કમિન્સ સંપૂર્ણ ફિટ ન હોવાને કારણે નહીં રમે તો ઍશિઝમાં સ્ટીવ સ્મિથ કૅપ્ટન્સી કરશે. અમારા માટે આ ફૉર્મ્યુલા પહેલાં પણ કામ કરી ગઈ છે. તે રમી રહ્યો હોય કે ન રમી રહ્યો હોય, પૅટ કમિન્સ ટીમમાં રહેવા માટે ઉત્સુક છે કારણ કે જો તે રમી રહ્યો ન હોય તો તે રીહૅબિંગ, તૈયારી અને બોલિંગ કરશે તેથી ટીમની સાથે જ રહેશે.’

