Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 ક્રિકેટમાં પાંચ સુપર ઓવર રમ્યો છે નિકોલસ પૂરન, પણ કરી શક્યો છે માત્ર એક રન

T20 ક્રિકેટમાં પાંચ સુપર ઓવર રમ્યો છે નિકોલસ પૂરન, પણ કરી શક્યો છે માત્ર એક રન

Published : 28 April, 2026 01:34 PM | Modified : 28 April, 2026 01:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ આઉટ ઑફ ફૉર્મ વેસ્ટ ઇન્ડિયનને સુપર ઓવરમાં મોકલવાનો નિર્ણય ભારે પડ્યો લખનઉને...

ગઈ કાલે સુપર ઓવરના પહેલા જ બૉલે બોલ્ડ થયો હતો નિકોલસ પૂરન

ગઈ કાલે સુપર ઓવરના પહેલા જ બૉલે બોલ્ડ થયો હતો નિકોલસ પૂરન


શનિવારે એકાના સ્ટેડિયમમાં કલકત્તાના સ્પિનર સુનીલ નારાયણની શાનદાર બોલિંગને કારણે સુપર ઓવરમાં લખનઉની હાર થઈ હતી. સુનીલ નારાયણ સામે સુપર ઓવરના પહેલા બૉલ પર નિકોલસ પૂરન બોલ્ડ થયો હતો. બીજા બૉલે રિષભ પંતે એક રન લીધો હતો. ત્રીજા બૉલે રોવમૅન પૉવેલે બાઉન્ડરી પાસેથી સિક્સ બચાવીને બૉલ રિન્કુ સિંહ તરફ ફેંકીને એઇડન માર્કરમને કૅચઆઉટ કરાવ્યો હતો.

રિન્કુએ બે રનના ટાર્ગેટ સામે ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવના પહેલા બૉલે ફોર ફટકારીને મૅચ જિતાડી આપી હતી. સુપર ઓવરમાં આઉટ-ઑફ ફૉર્મ નિકોલસ પૂરનને મોકલવાનો લખનઉનો નિર્ણય તેમની હારનું કારણ બન્યો હતો. વર્તમાન સીઝનની ૮ મૅચમાં નિકોલસ પૂરને ૮૧.૧૮ના સ્ટ્રાઇક-રેટથી માત્ર ૮૨ રન કર્યા છે. સ્પિનર સુનીલ નારાયણ વર્તમાન સીઝનની ૭ મૅચમાં ૭ વિકેટ લઈ ચૂક્યો છે.

T20 સુપર ઓવરમાં પૂરન અને સુનીલનો રેકૉર્ડ

૫૯૦ મૅચનો અનુભવ ધરાવતો સુનીલ નારાયણ T20 ક્રિકેટની સુપર ઓવરમાં ૪.૨ ઓવર ફેંકી ચૂક્યો છે. એમાં તેણે ૫.૭૭ના ઇકૉનૉમી-રેટથી પચીસ રન આપ્યા છે અને ૬ વિકેટ લીધી છે. ૨૦૧૪માં તેણે કૅરિબિયન પ્રીમિયર લીગ દરમ્યાન સુપર ઓવરના ઇતિહાસની પહેલી મેડન ઓવર ફેંકી હતી. એ સુપર ઓવરમાં તેણે નિકોલસ પૂરન સામે પહેલા ચાર બૉલ ડૉટ ફેંક્યા બાદ પાંચમા બૉલે તેને કૅચઆઉટ કરાવ્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝનો જ ક્રિકેટર નિકોલસ પૂરન ૪૫૧ T20 મૅચ રમ્યો છે પરંતુ પાંચ સુપર ઓવર્સમાં તે માત્ર એક રન કરી શક્યો છે. સુપર ઓવરના ૧૦ બૉલમાં તેણે માત્ર એક રન કર્યો છે અને પાંચ વખત આઉટ થયો છે.

નિકોલસ પૂરને કરીઅરની પાંચ T20 સુપર ઓવરમાંથી ત્રણ સુપર ઓવર IPLમાં અને બે સુપર ઓવર કૅરિબિયન પ્રીમિયર લીગમાં રમી છે. 
કલકત્તા સામેની સુપર ઓવરની જેમ અગાઉ તે ૨૦૨૦માં જ પંજાબ કિંગ્સ તરફથી દિલ્હી અને મુંબઈ સામેની સુપર ઓવરમાં પહેલા બૉલે જ આઉટ થયો હતો. કૅરિબિયન પ્રીમિયર લીગમાં ગયાના ટીમ તરફથી તે ૨૦૧૪ અને ૨૦૨૧માં સુપર ઓવર રમ્યો હતો. એમાં તેણે અનુક્રમે પાંચ બૉલમાં ઝીરો અને બે બૉલમાં એક રન કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK