ટીકાઓનો સામનો કરી રહેલા ગૌતમ ગંભીરને મળ્યો સુરેશ રૈનાનો ટેકો
સુરેશ રૈના
ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન સુરેશ રૈનાએ ટીકાનો સામનો કરી રહેલા ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરનો બચાવ કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘ગૌતમ ગંભીરે ખૂબ જ મહેનત કરી છે અને તેમની ભૂલ નથી. ખેલાડીઓએ ખૂબ જ મહેનત કરવી પડશે અને સારું રમવું પડશે. તેના નેતૃત્વમાં આપણે વાઇટ બૉલ ફૉર્મેટમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. આપણે દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ જીત્યો હતો.’
ખેલાડીઓએ સ્કોર કરવાનો હોય છે એમ જણાવતાં સુરેશ રૈનાએ કહ્યું હતું કે ‘કોચ ફક્ત ખેલાડીઓને માર્ગદર્શન, સલાહ અને ટેકો આપી શકે છે. ખેલાડીઓને કોઈ સમસ્યા હોય તો તેમણે કોચ પાસે સલાહ લેવી જોઈએ. જો ખેલાડીઓ સારું પ્રદર્શન કરે છે તો કોચની પ્રશંસા કરવામાં આવશે, પરંતુ જો ટીમ સારું પ્રદર્શન ન કરે તો કોચને તેમના પદ પરથી દૂર ન કરવા જોઈએ. સારું પ્રદર્શન કરવાની ખેલાડીઓની જવાબદારી છે.’


