Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાની ટીમ ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામે મેદાન પર રમવા માટે નહીં ઊતરે

પાકિસ્તાની ટીમ ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામે મેદાન પર રમવા માટે નહીં ઊતરે

Published : 02 February, 2026 11:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન T20 વર્લ્ડ કપ રમશે, પરંતુ આબરૂ બચાવવા બહાનું કાઢ્યું...

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


પાકિસ્તાન સરકાર અને તેમના ક્રિકેટ બોર્ડ (PCB)એ મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ફરી ડ્રામેબાજી શરૂ કરી દીધી છે. ભારત અને શ્રીલંકામાં આયોજિત T20 વર્લ્ડ કપ 2026 માટે પાકિસ્તાન સરકારે પોતાની ટીમને ભાગ લેવાની મંજૂરી આપી છે. જોકે તેમની તમામ મૅચ શ્રીલંકામાં રમાવાની હોવા છતાં ભારત સામે ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં આયોજિત ગ્રુપ સ્ટેજ મૅચ રમવાની પાકિસ્તાની સરકારે ના પાડી દીધી છે.

ભારત બહાર પોતાની મૅચ યોજવાની વિનંતી નકારીને ઇન્ટરનૅશનલ ક્રિકેટ બોર્ડ (ICC) દ્વારા બંગલાદેશી ટીમને બહાર કર્યું એના વિરોધમાં પાકિસ્તાન પણ પોતાનું નામ ખેંચવાનું વિચારી રહ્યું હતું. જોકે ગઈ કાલે પાકિસ્તાન સરકારે સોશ્યલ મીડિયાની એક પોસ્ટમાં લખ્યું કે ‘પાકિસ્તાનની ઇસ્લામિક રિપબ્લિક સરકારે ICC T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવા માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમને મંજૂરી આપી છે. જોકે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામેની મૅચમાં મેદાનમાં નહીં ઊતરે.



પાકિસ્તાન સરકારે ભારત સામે ન રમવાના નિર્ણયનું કોઈ કારણ આપ્યું નથી. ચર્ચા છે કે ભારત સામે હંમેશાંની જેમ કારમી હારથી બચવા પાકિસ્તાની ટીમ બંગલાદેશને સમર્થન આપવાના બહાને આ બૉયકૉટનું નાટક કરી રહી છે.  ICC T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો ભારત સામે ખરાબ રેકૉર્ડ છે. બન્ને ટીમ ૮ વખત એકબીજા સામે રમી છે જેમાં ભારત ૭ વખત અને પાકિસ્તાન માત્ર ૧ વખત જીત્યું છે.


T20ની પોતાની સૌથી મોટી હાર સાથે પાકિસ્તાન સામે સિરીઝમાં વાઇટવૉશનો સામનો કર્યો કાંગારૂઓએ

લાહોરમાં આયોજિત ૩ T20 મૅચની સિરીઝમાં ઑસ્ટ્રેલિયા સામે પાકિસ્તાને ૩-૦થી સિરીઝમાં વાઇટવૉશ કર્યો હતો. ત્રીજી મૅચમાં પાકિસ્તાનના ૨૦૭/૬ના સ્કોર સામે ઑસ્ટ્રેલિયાએ ૧૬.૫ ઓવરમાં ૯૬ રનના સ્કોર પર તમામ વિકેટ ગુમાવી હતી. ૧૧૧ રને મળેલી હારથી ઑસ્ટ્રેલિયાની સૌથી મોટી T20 હારનો બે દાયકા જૂનો રેકૉર્ડ પણ તૂટ્યો હતો. આ પહેલાં ૨૦૦૫માં ઇંગ્લૅન્ડ સામે ૧૦૦ રને હાર મળી હતી. ઑક્ટોબર ૨૦૧૮ બાદ પહેલી વાર કાંગારૂઓને આ સિરીઝમાં પાકિસ્તાન સામે T20 હાર, T20 સિરીઝ હાર અને ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. T20 વર્લ્ડ કપ 2026 પહેલાં મિચલ માર્શ ઍન્ડ કંપનીનો લય બગડતો જોવા મળી રહ્યો છે.


પાકિસ્તાન સામે ICC શું ઍક્શન લેશે એના પર છે આખા ક્રિકેટજગતની નજર

પાકિસ્તાન સરકારના નિર્ણય બાદ ભારતીય કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ રસપ્રદ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું છે કે ‘જો પાકિસ્તાન વર્લ્ડ કપમાં જાય પણ ભારત સામે ન રમે તો ICC કેવી પ્રતિક્રિયા આપે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. મને કાનૂની પરિસ્થિતિ કે એનું રિઝલ્ટ શું હોઈ શકે છે એ ખબર નથી, પરંતુ જો ICC બ્રૉડ્કાસ્ટરના નુકસાનને ICCની આવકના પાકિસ્તાનના હિસ્સામાંથી કાપવાનો આદેશ આપે તો મને આશ્ચર્ય નહીં થાય અને જો ફાઇનલમાં ભારત સામે રમવાનું આવશે ત્યારે પાકિસ્તાન શું કરશે?’

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK