Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૦૦+ રનની જીત સાથે ઇન્ડિયા A, ઇટલીએ T20 વર્લ્ડ કપ વૉર્મ-અપ મૅચનો અંત કર્યો

૧૦૦+ રનની જીત સાથે ઇન્ડિયા A, ઇટલીએ T20 વર્લ્ડ કપ વૉર્મ-અપ મૅચનો અંત કર્યો

Published : 07 February, 2026 07:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20 વર્લ્ડ કપ 2026 માટેની ૧૬ વૉર્મ-અપ મૅચનો અંતિમ દિવસ ગઈ કાલે ધમાકેદાર અંદાજમાં સમાપ્ત થયો હતો. ચેન્નઈમાં ઇટલીની ટીમે ૧૯૩/૭ના સ્કોર સામે યુનાઇટેડ આરબ એમિરેટ્સને ૧૮.૨ ઓવરમાં ૮૧ રને ઑલઆઉટ કરીને ૧૧૨ રને જીત નોંધાવી હતી.

રિયાન પરાગે ૬૯ રન ફટકાર્યા હતા.

રિયાન પરાગે ૬૯ રન ફટકાર્યા હતા.


T20 વર્લ્ડ કપ 2026 માટેની ૧૬ વૉર્મ-અપ મૅચનો અંતિમ દિવસ ગઈ કાલે ધમાકેદાર અંદાજમાં સમાપ્ત થયો હતો. ચેન્નઈમાં ઇટલીની ટીમે ૧૯૩/૭ના સ્કોર સામે યુનાઇટેડ આરબ એમિરેટ્સને ૧૮.૨ ઓવરમાં ૮૧ રને ઑલઆઉટ કરીને ૧૧૨ રને જીત નોંધાવી હતી. વૉર્મ-અપ મૅચમાં ઇટલીએ પહેલાં કૅનેડાને ૧૦ રને માત આપી હતી. પહેલી વખત વર્લ્ડ કપ રમનાર ઇટલીને આ જીતથી જબરદસ્ત મોટિવેશન મળશે. 
બૅન્ગલોરમાં આયુષ બદોનીના નેતૃત્વમાં ઇન્ડિયા A ટીમે નામિબિયા સામે ૧૩૦ રને જીત મેળવી હતી. રિયાન પરાગે ૩૯ બૉલમાં પાંચ ફોર અને ૬ સિક્સની મદદથી ૬૯ રન ફટકાર્યા હતા. એના આધારે ટીમે ૧૯૭/૮નો સ્કોર ઊભો કર્યો હતો. અશોક શર્મા અને મયંક યાદવ જેવા પેસ બોલર્સના તરખાટને કારણે નામિબિયાની ટીમ ૬૭ રનની અંદર ઑલઆઉટ થઈ હતી. ઇન્ડિયા A ટીમે અગાઉ અમેરિકા સામે ૨૩૮ રન કરીને ૩૮ રને જીત નોંધાવી હતી. ૧૬ મૅચના વૉર્મ-અપ મૅચ શેડ્યુલમાં માત્ર અંતિમ બે મૅચમાં જ ૧૦૦+ રનની જીત જોવા મળી.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 07:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK