બીજા દિવસના અંતે ૨૮૫-૯નો સ્કોર કરીને સાઉથ ઝોને ૯૦ રનની લીડ મેળવી
આખો દિવસ બૅટિંગ કરીને થાકેલો તિલક વર્મા બ્રેક દરમ્યાન શર્ટલેસ જોવા મળ્યો હતો.
દુલીપ ટ્રોફી 2026ની બીજી સેમી-ફાઇનલ મૅચમાં તિલક વર્માની ટીમ સાઉથ ઝોને લીડ મેળવી લીધી છે. પહેલી ઇનિંગ્સમાં ૧૯૫-૧૦નો સ્કોર કરનાર નૉર્થ ઝોન સામે સાઉથ ઝોને બીજા દિવસના અંતે ૯૪ ઓવરમાં ૨૮૫-૯નો સ્કોર કરીને ૯૦ રનની લીડ મેળવી હતી. ચોથા ક્રમે બૅટિંગ કરવા આવેલો તિલક વર્મા ૨૨૫ બૉલમાં સાત ફોરની મદદથી ૧૦૬ રન કરીને અણનમ રહ્યો હતો. નૉર્થ ઝોનની સ્ટાર બોલિંગ લાઇન-અપ દિવસના અંત સુધી તિલક વર્માને તંબુભેગો કરી શકી નહોતી. ફાસ્ટ બોલર ગુરનૂર બરાડે ૨૦ ઓવરમાં ૭૦ રન આપીને ૪ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર્સ અંશુલ કમ્બોજ અને અર્શદીપ સિંહને ૨-૨ વિકેટ મળી હતી.
