અમ્પાયર્સ સાથેના વધુ એક ગેરવર્તનને કારણે ડીમેરિટ પૉઇન્ટ પાંચ થઈ ગયા...
ટિમ ડેવિડ
રવિવારે IPL 2026ની ફાઇનલ મૅચ બાદ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ટિમ ડેવિડ મોટી મુસીબતમાં ફસાયો છે. ગુજરાતની બૅટિંગ સમયે દસમી ઓવરમાં વિકેટ પડ્યા બાદ ટિમ ડેવિડે આક્રમક થઈને અમ્પાયર નીતિન મેનન તરફ આઇસ-પૅક ફેક્યું હતું. IPL આચારસંહિતાની કલમ ૨.૯નું ઉલ્લંઘન થતાં તેને મૅચ-ફીના ૫૦ ટકાનો દંડ અને બે ડીમેરિટ પૉઇન્ટ મળ્યા છે.
IPL 2026માં વીસમી મૅચમાં પહેલા ગુના સમયે એક ડીમેરિટ પૉઇન્ટ અને ૫૪મી મૅચમાં બીજા ગુના સમયે બે ડીમેરિટ પૉઇન્ટ મળ્યા હતા. હવે કુલ પાંચ ડીમેરિટ પૉઇન્ટ ભેગા થયા હોવાથી તેને એક મૅચનું સસ્પેન્શન મળ્યું છે. તે આગામી IPL 2027માં પહેલી મૅચ નહીં રમી શકે.
