ટિમ ડેવિડ હાથ લંબાવીને, વરસાદનો સંપૂર્ણ આનંદ માણી રહ્યો હતો. જ્યારે તે સ્ટેડિયમમાં જમા થયેલા વરસાદના પાણીમાંથી સ્વિમિંગ કરીને બહાર નીકળ્યો અને RCBના ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો, ત્યારે બધા ખેલાડીઓ જોર જોરથી હસવા લાગ્યા.
ટિમ ડેવિડ (તસવીર: X)
લગભગ એક અઠવાડિયા સુધી સસ્પેન્ડ રહ્યા બાદ ઇન્ડિયન પ્રીમીયર લીગ 2025 (IPL 2025) ફરી શરૂ થવા જઈ રહી છે. આઇપીએલને લઈને ટીમના ખેલાડીઓ તૈયાર છે. જોકે તાજેતરમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ (RCB) ના બૅટર ટિમ ડેવિડે બૅંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભીના ગ્રાઉન્ડ કવર પર મસ્તી કરવાનો અને મેદાનમાં ભરાઈ ગયેલા પાણીમાં સ્વિમિંગ અરવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. 17 મે, શનિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે RCB ના ખૂબ જ અપેક્ષિત IPL 2025 ના મુકાબલા પહેલા આરસીબીના ખેલાડી ટિમ ડેવિડ દ્રશ્ય બહાર આવ્યું.
બૅંગલુરુમાં ભારે વરસાદને કારણે ટીમની પ્રેક્ટિસ થોડા સમય માટે સ્થગિત થઈ ગઈ હતી, જોકે ખેલાડી ડેવિડે ભારે વરસાદના વાતાવરણનો સારો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. મોટાભાગના ખેલાડીઓ આરામ કરી રહ્યા છે તો કેટલાક તેમના ઘરે ગયા છે તેને બદલે ઑસ્ટ્રેલિયન પાવર-હિટર ડેવિડે જાણે મેદાનને વૉટર પાર્ક સમજી લીધું હોય. ટિમ ડેવિડ હાથ લંબાવીને, વરસાદનો સંપૂર્ણ આનંદ માણી રહ્યો હતો. જ્યારે તે સ્ટેડિયમમાં જમા થયેલા વરસાદના પાણીમાંથી સ્વિમિંગ કરીને બહાર નીકળ્યો અને RCBના ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો, ત્યારે બધા ખેલાડીઓ જોર જોરથી હસવા લાગ્યા. આરસીબીના સાથી ખેલાડીઓએ તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. આ ઘટના રેકોર્ડ કરવામાં આવી હતી અને આરસીબીના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શૅર કરવામાં આવી છે. જે હવે જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Tim David ❌
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 16, 2025
Swim David ✅
Bengaluru rain couldn’t dampen Timmy’s spirits… Super TD Sopper came out in all glory. ?
This is Royal Challenge presents RCB Shorts. ??#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/PrXpr8rsEa
ટિમ ડેવિડની RCB સાથે IPL 2025 સીઝન
2024 માં 241 રનની ઝુંબેશ છતાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા રિલીઝ થયા પછી, ડેવિડે લાલ અને કાળા રંગ (આરસીબી) માં પોતાની યોગ્યતા સાબિત કરી છે. ગયા વર્ષે જેદ્દાહમાં યોજાયેલી મેગા હરાજીમાં RCB દ્વારા રૂ. 3 કરોડમાં ખરીદાયેલ, ટિમ ડેવિડ ચાલુ સિઝનમાં સારા ફોર્મમાં છે. 11 મૅચોમાં 93 ની જબરદસ્ત સરેરાશ અને 194 ની નજીક સ્ટ્રાઇક રેટ સાથે 186 રન બનાવી, 29 વર્ષીય ખેલાડીએ વિશ્વસનીય ફિનિશર તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. બૅંગલુરુમાં પંજાબ કિંગ્સ સામે લડતા 50 નોટ આઉટ રન તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું.
2021 માં IPL માં ડેબ્યૂ કર્યા પછી, તેણે 33.80 ની સરેરાશ અને 174.94 ના સ્ટ્રાઇક રેટથી 845 રન બનાવ્યા છે, જે લીગના સૌથી ખતરનાક મિડલ-ઓર્ડર હિટર્સમાંના એક તરીકે પોતાને સ્થાપિત કરે છે. RCB, દરમિયાન, IPL 2025 માં મજબૂત ઝુંબેશનો આનંદ માણી રહ્યું છે. 11 મૅચોમાં 16 પોઈન્ટ અને +0.482 ના નેટ રન રેટ સાથે, ટીમ હાલમાં ટેબલ પર બીજા સ્થાને છે. ઘરઆંગણે KKR સામે જીત તેમને સત્તાવાર રીતે પ્લેઑફ બર્થ સુરક્ષિત કરનાર પ્રથમ ટિમ બનાવશે.

