શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK Ruby VPL-T20 2026ની ૧૧ જાન્યુઆરીએ સ્પૉન્સરો, ટીમ ઓનર્સ અને ખેલાડીઓની હાજરીમાં શાનદાર ઓપનિંગ સેરેમની સાથે શરૂઆત થઈ હતી.
VPL-T20 2026ની ધમાકેદાર શરૂઆત
શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK Ruby VPL-T20 2026ની ૧૧ જાન્યુઆરીએ સ્પૉન્સરો, ટીમ ઓનર્સ અને ખેલાડીઓની હાજરીમાં શાનદાર ઓપનિંગ સેરેમની સાથે શરૂઆત થઈ હતી. ત્યાર બાદ રમાયેલા બન્ને મુકાબલાઓમાં રોમાંચક ટક્કર જોવા મળી હતી જેમાં જૉલી જૅગ્વાર્સ અને એમ્પાયર વૉરિયર્સ ટીમે જીત મેળવીને સીઝનની શુભ શરૂઆત કરી હતી.
મૅચ ૧ઃ રંગોલી વાઇકિંગ્સ (૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૩ રન – મયૂર ગાલા ૨૪ બૉલમાં ૩૪, પ્રથમ ગાલા ૧૮ બૉલમાં ૨૧ અને રજત સત્રા ૧૯ બૉલમાં ૧૫ રન. કપિલ ખિમાણી ૧૪ રનમાં, નિસર્ગ છેડા ૨૮ રનમાં અને માનવ ગાલા ૨૯ રનમાં બે-બે વિકેટ) સામે જૉલી જૅગ્વાર્સ (૧૭.૫ ઓવરમાં ૩ વિકેટે ૧૩૪ રન – નિસર્ગ છેડા ૨૨ બૉલમાં ૪૬, હિમાંશુ શાહ ૨૬ બૉલમાં ૪૧ અને સાગર ગાલા ૩૧ બૉલમાં ૨૦ રન. પ્રથમ ગાલા ૨૦ રનમાં, યશ મોતો ૨૬ રનમાં અને પાર્થ છાડવા ૧૮ રનમાં એક-એક વિકેટ)નો સાત વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ જૉલી જૅગ્વાર્સનો નિસર્ગ છેડા (૨૨ બૉલમાં અણનમ ૪૬ રન, બે વિકેટ, બે કૅચ અને એક રનઆઉટ).
મૅચ ૨ : કલ્પલબ્ધિ બુલ્સ (૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૪૦ રન – કમલેશ છાડવા ૪૬ બૉલમાં ૪૨, ભાવેશ ગાલા ૨૫ બૉલમાં ૩૩ અને રુષભ કારિયા ૧૭ બૉલમાં ૩૨ રન. પવન રીટા ૨૬ રનમાં બે અને જેનિત ચાડવા ૩૨ રનમાં એક વિકેટ) સામે એમ્પાયર વૉરિયર્સ (૧૯.૨ ઓવરમાં ૬ વિકેટે ૧૪૧ રન – ઊર્મિલ વિસરિયા ૩૨ બૉલમાં ૫૯, પાર્થ શાહ ૩૩ બૉલમાં ૨૧ અને અંકિત સાવલા ૨૨ બૉલમાં ૧૯ રન. કૌશલ નિશર ૧૮ રનમાં બે તથા મહેલુ નંદુ ૧૯ રનમાં અને ભાવેશ ગાલા ૩૬ રનમાં એક-એક વિકેટ)નો ૪ વિકેટથી વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ એમ્પાયર વૉરિયર્સનો ઊર્મિલ છાડવા (૩૨ બૉલમાં ૫૯ રન).
આજે સવારે ટૉપ ટેન્સ લાયન્સ v/s RSS વૉરિયર્સ તથા બપોરે સ્કૉર્ચર્સ v/s વિમલ વિક્ટર્સ વચ્ચે ટક્કર જામશે.


