° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


હારથી હતાશ વિરાટ અને રોહિત વચ્ચે આજે ટક્કર

26 September, 2021 03:25 PM IST | Dubai | Agency

ભારતીય ટીમના કૅપ્ટન અને વાઇસ કૅપ્ટન આજે પોતાની ટીમને ફરી વિજયપથ પર લાવવા મેદાને, બીજા હાફમાં બન્નેએ ચેન્નઈ અને કલકત્તા સામે હાર જોવી પડી છે

હારથી હતાશ વિરાટ અને રોહિત વચ્ચે આજે ટક્કર

હારથી હતાશ વિરાટ અને રોહિત વચ્ચે આજે ટક્કર

દુબઈમાં આજે ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને વાઇસ કૅપ્ટન તથા ભવિષ્યના કૅપ્ટન રોહિત શર્માની ચૅમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ટક્કર જામવાની છે. આ બીજા હાફમાં બન્ને તેમની પહેલી બન્ને મૅચ હારી ગયા હોવાથી મોડું થઈ જાય એ પહેલાં વિજયપથ પર પાછા ફરીને પ્લે-ઑફમાં પોતાની દાવેદારી મજબૂત કરી લેવામાં મક્કમ હશે. 
બૅન્ગલોર પ્રથમ હાફના દમદાર પર્ફોર્મન્સના જોરે ૧૦ પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલ પર ત્રીજા ક્રમાંકે છે, જ્યારે મુંબઈ અસાતત્યભર્યા પર્ફોર્મન્સ સાથે ટૉપ-ફોરમાં યુએઈમાં આવ્યું હતું, પણ સતત બે હારને લીધે હવે છઠ્ઠા નંબરે ગબડી ગયું છે. જોકે મુંબઈ નબળી શરૂઆત માટે બદનામ છે અને એ ગમે ત્યારે ગિયર ચેન્જ કરી શકે છે. 
બન્ને કલકત્તા-ચેન્નઈથી ઘાયલ
મુંબઈનો બીજા હાફની પહેલી મૅચમાં ચેન્નઈ સામે અને ત્યાર બાદ કલકત્તા સામે પરાજય થયો હતો. આ બન્નેમાં તેમને બૅટર્સની ખાસ કરીને મિડલ ઑર્ડરના ફ્લૉપ શો નડ્યા હતા. સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને કિરોન પોલાર્ડે આજે જલવો બતાવવો પડશે. બીજી તરફ બૅન્ગલોરનો કલકત્તા અને ચેન્નઈ સામે જ પરાજય થયો છે. બૅન્ગલોરને પણ મિડલ ઑર્ડરના બૅટર્સની જ નિષ્ફળતા નડી રહી છે. એ. બી. ડિવિલિયર્સ અને ગ્લેન મૅક્સવેલ હજી સુધી લય નથી મેળવી શક્યા. મુંબઈ સામે હંમેશાં ખીલતા ડિવિલિયર્સનો આજે પણ રોહિતસેનાને ડર હશે જ. 
ઇન્ડિયન સ્ટારના ફૉર્મ પર નજર
ભારતની ટીમના મોટા ભાગના મુખ્ય આધારસ્તંભ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ વગેરે આ બન્ને ટીમના જ છે. બુમરાહ સિવાય તેઓ હજી સુધી ખાસ કોઈ કમાલ ન કરી શક્યા હોવાથી આગામી ટી૨૦ વર્લ્ડ કપને લીધે મૅનેજમેન્ટ ચિંતિત હશે અને આજે તેમની નજર આ ખેલાડી પર હશે. વિરાટે બીજી મૅચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી અને રોહિતે પહેલી મૅચમાં આરામ કર્યા બાદ બીજી મૅચમાં ૩૦ બૉલમાં ૩૩ રન બનાવ્યા હતા, પણ તેનો અસલી ટચ બતાવી ન શક્યો. સૂર્યકુમાર અને કિશન બન્ને મૅચમાં ફ્લૉપ રહ્યા છે જ્યારે હાર્દિક પંડ્યા તો હજી મૅચ રમવા ફિટ નથી થયો. જોકે બુમરાહ ચેન્નઈ સામે બે અને કલકત્તા સામે ત્રણ વિકેટ ઝડપી લય મેળવી રહ્યો છે. 
આમને-સામને
બન્ને વચ્ચે અત્યાર સુધી ૨૮ જંગ થયા છે જેમાંથી મુંબઈ ૧૭ અને બૅન્ગલોર ૧૧ જીત્યું છે. બન્ને વચ્ચેના છેલ્લા પાંચ મુકાબલામાં મુંબઈ ૩ અને બૅન્ગલોર બે જીત્યું છે. યુએઈમાં રમાયેલી ગઈ સીઝનમાં લીગમાં બન્નેએ એક-એક જીત મેળવી હતી. પહેલો જંગ ટાઇ થયો જે આખરે બૅન્ગલોરે સુપરઓવરમાં જીતી લીધો હતો. બીજી લીગમાં જોકે મુંબઈએ વટથી પાંચ વિકેટે જીતીને બદલો લઈ લીધો હતો. આ સીઝનમાં બન્ને વચ્ચે ચેન્નઈમાં પ્રથમ જંગમાં બૅન્ગલોરે છેલ્લા બૉલમાં બે વિકેટે જીત મેળવી હતી. 

આશા છે કે હાર્દિક આજે રમશે : ઝહીર ખાન
મુંબઈ ઇન્ડિયન્સના ક્રિકેટ ઑપરેશન્સના ડિરેક્ટર ઝહીર ખાને આશા વ્યક્ત કરી છે કે આજે હાર્દિક પંડ્યા રમશે. ઝહીરે કહ્યું કે ‘આજના પ્રૅક્ટિસ-સેશનમાં હાર્દિક સામેલ થયો છે. અમે તેની ફિટનેસ ચકાસી રહ્યા છીએ. અમને આશા છે કે તે બૅન્ગલોર સામે રમશે.’

13
વિરાટ કોહલી આજે વધુ આટલા રન બનાવશે તો તે ટી૨૦ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન બનાવનાર વર્લ્ડનો પાંચમો અને ભારતનો પ્રથમ ખેલાડી બનશે. વિરાટ પહેલાં ક્રિસ ગેઇલ (૧૪,૨૬૧), કિરોન પોલાર્ડ (૧૧,૧૯૫), શોએબ મલિક (૧૦,૮૦૮) અને ડેવિડ વાર્નર (૧૦,૦૧૭) આ કમાલ કરી ચૂક્યા છે. 

07
શુક્રવારે ચેન્નઈ સામેની હાર એ બૅન્ગલોરની યુએઈમાં સતત આટલામી હાર હતી.

26 September, 2021 03:25 PM IST | Dubai | Agency

અન્ય લેખો

ક્રિકેટ

જે પૂછવું હોય તે જલદી પૂછી લો, મારું અંગ્રેજી પાંચ મિનિટમાં પૂરું થઈ જશે, ભાઈ!

પ્રેસ કોન્ફરન્સમાં અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન મોહમ્મદ નબીએ આપ્યું એવું નિવેદન કે લોકો હસીને લોટપોટ થઈ ગયા.

27 October, 2021 07:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

નવી IPL ટીમની જાહેરાત બાદ સૌરવ ગાંગુલીને કેમ આપવું પડ્યું રાજીનામુ, જાણો અહીં...

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ATK Mohun Baganના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમણે આની પાછળના કારણો પણ જણાવ્યા છે. 

27 October, 2021 07:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

જ્યારે શૉ દરમિયાન એન્કરે શોએબ અખ્તર સાથે કરી ગેરવર્તણૂક,  જુઓ વીડિયો

મંગળવારે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ન્યૂઝીલેન્ડ સામે પાંચ વિકેટની જીત બાદ ઈવેન્ટના હોસ્ટે તેની સાથે ખરાબ વર્તન કર્યું અને તેનું અપમાન કર્યું.

27 October, 2021 05:12 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK