Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રેયસ ઐયરની આગેવાનીમાં રેકૉર્ડ ૩૭ વખત T20 મૅચોમાં ૨૦૦+ રનનો સ્કોર થયો

શ્રેયસ ઐયરની આગેવાનીમાં રેકૉર્ડ ૩૭ વખત T20 મૅચોમાં ૨૦૦+ રનનો સ્કોર થયો

Published : 13 October, 2026 02:12 PM | IST | West Indies
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી T20 મૅચમાં ભારતીય ટીમે કરેલા ૨૨૩ રનને પગલે શ્રેયસ ઐયરે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની


રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી T20 મૅચમાં ભારતીય ટીમે કરેલા ૨૨૩ રનને પગલે શ્રેયસ ઐયરે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. શ્રેયસ ઐયર એવો કૅપ્ટન બની ગયો છે જેની આગેવાની હેઠળ ટીમે T20 ક્રિકેટમાં સૌથી વધુ વખત ૨૦૦થી વધુ રન બનાવ્યા છે. 

શ્રેયસ ઐયરે ૧૩૩ T20 મૅચોમાં આગેવાની કરી ત્યારે તેની ટીમે ૩૭ વખત ૨૦૦ પ્લસ રનનો ટોટલ કર્યો હતો. અગાઉ આ રેકૉર્ડ કૅપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીના નામે હતો. ધોનીએ ૩૩૧ T20 મૅચોમાં કૅપ્ટન્સી કરી એમાં ૩૬ વખત આવી કમાલ થઈ હતી. વિરાટ કોહલીની આગેવાનીમાં ૧૯૩ T20 મૅચોમાં ૨૯ વખત આવું થયું છે.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 02:12 PM IST | West Indies | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK