Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દિલ્હીના મિલિંદ કુમારની તોફાની સદીના આધારે અમેરિકાએ વન-ડેમાં પોતાનો હાઇએસ્ટ રન-ચેઝ કર્યો

દિલ્હીના મિલિંદ કુમારની તોફાની સદીના આધારે અમેરિકાએ વન-ડેમાં પોતાનો હાઇએસ્ટ રન-ચેઝ કર્યો

Published : 07 October, 2026 11:14 AM | IST | Dallas
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

UAEના ૩૩૦/૮ના સ્કોર સામે અમેરિકાએ ૪૮.૫ ઓવરમાં ૩૩૨/૪નો સ્કોર કરીને ૬ વિકેટે જીત નોંધાવી હતી

મિલિંદ કુમાર

મિલિંદ કુમાર


ડૅલસમાં હાલમાં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ટૂની મૅચ દરમ્યાન અમેરિકાએ પોતાની હાઇએસ્ટ વન-ડે રન-ચેઝ કરવામાં સફળતા મેળવી હતી. UAEના ૩૩૦/૮ના સ્કોર સામે અમેરિકાએ ૪૮.૫ ઓવરમાં ૩૩૨/૪નો સ્કોર કરીને ૬ વિકેટે જીત નોંધાવી હતી. અગાઉ અમેરિકાએ ડૅલસમાં જ ૨૦૨૪માં નેપાલ સામે ૨૯૪ રનનો હાઇએસ્ટ વન-ડે ટાર્ગેટ ચેઝ કર્યો હતો.  

આ શાનદાર રન-ચેઝમાં દિલ્હીમાં જન્મેલા ૩૫ વર્ષના મિલિંદ કુમારની પાંચમી વન-ડે સદીનો મોટો ફાળો હતો. તેણે માત્ર ૮૪ બૉલમાં ૭ ફોર, પાંચ સિક્સની મદદથી અણનમ ૧૧૬ રન ફટકાર્યા હતા. 



38


મેન્સ વન-ડે ક્રિકેટમાં અમેરિકા માટે આટલા હાઇએસ્ટ સિક્સ ફટકારનાર ખેલાડી બન્યો , મોનાંક પટેલનો ૩૪ સિક્સનો રેકૉર્ડ તોડ્યો.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 11:14 AM IST | Dallas | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK