Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં સુભાનઅલ્લાહ

બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં સુભાનઅલ્લાહ

Published : 14 June, 2026 02:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૈભવ સૂર્યવંશીના ૧૦ વર્ષના ભાઈ આશીર્વાદે પ્રૅક્ટિસ મૅચમાં પહેલવહેલી સદી ફટકારી

આશીર્વાદ સૂર્યવંશી

આશીર્વાદ સૂર્યવંશી


૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીનો નાનો ભાઈ આશીર્વાદ સૂર્યવંશી પણ હવે પોતાની બૅટિંગને કારણે ચર્ચામાં આવ્યો છે. ૧૦ વર્ષના જમણા હાથના બૅટર આશીર્વાદ સૂર્યવંશીએ હાલમાં બિહારના સમસ્તીપુરમાં અન્ડર-16 ટુર્નામેન્ટની પ્રૅક્ટિસ મૅચમાં તાજપુર ક્રિકેટ ઍકૅડેમી માટે સદી ફટકારી હતી. આશીર્વાદના સૌથી મોટા ભાઈ ઉજ્જ્વલ અને વૈભવે સોશ્યલ મીડિયા પર તેની સિદ્ધિ માટે શુભેચ્છા પાઠવી હતી. 
આશીર્વાદ સૂર્યવંશીએ માત્ર ૮૭ બૉલમાં ૨૦ ફોર અને એક સિક્સ ફટકારીને શાનદાર ૧૦૩ રનની ઇનિંગ્સ રમી હતી. ૧૦ વર્ષના આશીર્વાદ સૂર્યવંશીની બૅટિંગમાં સંયમ અને શાનદાર શૉટ જોવા મળ્યા જેની પ્રશંસા ક્રિકેટ-ફૅન્સ પણ કરી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2026 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK