IPL 2026ની એલિમિનેટર મૅચના થોડા સમય પહેલાંનો રાજસ્થાન રૉયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીનો એક રસપ્રદ વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં સાથી ખેલાડીઓ સાથે વૈભવ સૂર્યવંશી ફુટબૉલ રમીને વૉર્મ-અપ કરી રહ્યો હતો.
વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
IPL 2026ની એલિમિનેટર મૅચના થોડા સમય પહેલાંનો રાજસ્થાન રૉયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીનો એક રસપ્રદ વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં સાથી ખેલાડીઓ સાથે વૈભવ સૂર્યવંશી ફુટબૉલ રમીને વૉર્મ-અપ કરી રહ્યો હતો.
મેદાન પર પૅનલ-ચર્ચાની તૈયારી કરી રહેલા બે કૉમેન્ટેટરને જોઈને વૈભવ સૂર્યવંશી તેમના તરફ દોડ્યો હતો. વૈભવ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સ સુનીલ ગાવસકર અને સંજય બાંગરને આદરપૂર્વક પગે લાગતો જોવા મળ્યો હતો. તે ઍન્કર જતીન સપ્રુને પણ પગે લાગવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો.