IPL 2026ના અંતે વૈભવ સૂર્યવંશી ૭૭૬ રન કરીને ઑરેન્જ કૅપહોલ્ડર બન્યો, પણ રાજસ્થાન રૉયલ્સ ચૅમ્પિયનના ટૅગથી દૂર રહ્યું. IPLમાં માત્ર બે ઑરેન્જ કૅપહોલ્ડરની ટીમ ચૅમ્પિયન બની શકી છે.
વૈભવ સૂર્યવંશી ઑરેન્જ કૅપ
IPL 2026ના અંતે વૈભવ સૂર્યવંશી ૭૭૬ રન કરીને ઑરેન્જ કૅપહોલ્ડર બન્યો, પણ રાજસ્થાન રૉયલ્સ ચૅમ્પિયનના ટૅગથી દૂર રહ્યું. IPLમાં માત્ર બે ઑરેન્જ કૅપહોલ્ડરની ટીમ ચૅમ્પિયન બની શકી છે. ૨૦૧૪માં રૉબિન ઉથપ્પાએ કલકત્તા અને ૨૦૨૧માં ઋતુરાજ ગાયકવાડે ચેન્નઈ માટે ઑરેન્જ કૅપ જીતીને IPL ટ્રોફી પણ ઉપાડી હતી.
IPL 2026માં રેકૉર્ડ ૧૫ બૅટરનાં માથાં પર એક વખત ઑરેન્જ કૅપ જોવા મળી હતી. છેલ્લે ૨૦૧૮માં ૧૨ બૅટર્સનાં માથાં પરથી ઑરેન્જ કૅપ પસાર થઈ હતી. ૨૦૨૬ની સીઝનમાં ૩૧ વખત ઑરેન્જ કૅપહોલ્ડરમાં ફેરફાર જોવા મળ્યા પણ કોઈ પણ બૅટર એકસાથે એક અઠવાડિયાથી વધુ સમય એને જાળવી શક્યું નહીં.
IPLમાં સ્ટાર બોલર્સ સામે વૈભવે પહેલા જ બૉલે કરી હતી આ કમાલ
શાર્દૂલ ઠાકુર સામે સિક્સ
આવેશ ખાન સામે સિક્સ
અર્શદીપ સિંહ સામે ફોર
મૅટ હેન્રી સામે ફોર
જસપ્રીત બુમરાહ સામે સિક્સ
ટ્રેન્ટ બોલ્ટ સામે સિક્સ
કાઇલ જૅમિસન સામે ફોર
લુન્ગી ઍન્ગિડી સામે સિક્સ
મિચલ સ્ટાર્ક સામે ફોર
વન-ડે વર્લ્ડ કપમાં બેસ્ટ ટીમ-કૉમ્બિનેશન મેળવવા આજથી શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝની તૈયારી શરૂ
બન્ને ટીમ એકબીજા સામે ૩૨-૩૨ વન-ડે મૅચ જીતી છે
આજથી શ્રીલંકન ટીમની વેસ્ટ ઇન્ડીઝ ટૂર શરૂ થઈ રહી છે. ૩ જૂનથી ૭ જુલાઈ સુધી બન્ને ટીમ વચ્ચે ૩ વન-ડે, ૩ T20 અને બે ટેસ્ટ-મૅચ રમાશે. આજથી શરૂ થતી વન-ડે સિરીઝમાં સાથે બન્ને ટીમો ૨૦૨૭ના વર્લ્ડ કપના બેસ્ટ ટીમ-કૉમ્બિનેશન બનાવવા પર ફોકસ કરશે.
આગામી વર્ષોમાં આયોજિત વાઇટ-બૉલ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વિકેટકીપર-બૅટર કુસલ મેન્ડિસને વન-ડે અને T20 ટીમની કૅપ્ટન્સી સોંપવામાં આવી છે. વન-ડે સિરીઝમાં યજમાન ટીમ વેસ્ટ ઇન્ડીઝ શાઈ હોપની આગેવાનીમાં રમશે.
૧૯૭૫થી ૨૦૨૪ વચ્ચે આ બન્ને ટીમ વચ્ચે ૬૭ વન-ડે મૅચ રમાઈ છે એમાંથી બન્ને ટીમે ૩૨-૩૨ મૅચ જીતી છે. ૧૯૯૩થી ત્રણ-ત્રણ મૅચની ૮ વન-ડે સિરીઝ રમાઈ છે.
વેસ્ટ ઇન્ડીઝના હોમગ્રાઉન્ડ પર શ્રીલંકાએ ત્રણ વન-ડે સિરીઝ રમી છે એમાંથી માત્ર ૨૦૦૩ની સિરીઝમાં જીત મળી હતી. ૨૦૦૭-’૦૮ અને ૨૦૨૧-’૨૨ની સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝે ૨-૦ અને ૩-૦થી સિરીઝ જીતી હતી. આઠમાંથી માત્ર આ બે સિરીઝ કૅરિબિયન ટીમ જીતી હતી. ૧૯૯૩ની પહેલી વન-ડે સિરીઝ ડ્રૉ રહી હતી અને બાકીની પાંચ સિરીઝ શ્રીલંકાને નામે રહી હતી.
