સૌરાષ્ટ્રનો ચોથી મૅચમાં આ બીજો વિજય હતો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગઈ કાલે સૌરાષ્ટ્રએ આંધ્ર પ્રદેશ સામે ૭૪ રનથી જીત મેળવી હતી. સૌરાષ્ટ્રએ આપેલા ૨૫૫ રનના ટાર્ગેટ સામે આંધ્ર પ્રદેશ ૪૭.૨ ઓવરમાં ૧૮૦ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. સૌરાષ્ટ્રનો ચોથી મૅચમાં આ બીજો વિજય હતો.
બીજી તરફ ગુજરાતે સતત બીજી મૅચમાં પરાજય જોવો પડ્યો હતો. ગઈ કાલે રેલવેઝ સામે તેમનો ચાર વિકેટે પરાજય થયો હતો. ગુજરાતે આપેલા ૨૮૪ રનના ટાર્ગેટને રેલવેઝે ૪૮ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.


