Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્વૉલિફાયર-વનમાં સ્થાન મજબૂત કરવા આજે બૅન્ગલોર-હૈદરાબાદ વચ્ચે રસાકસી

ક્વૉલિફાયર-વનમાં સ્થાન મજબૂત કરવા આજે બૅન્ગલોર-હૈદરાબાદ વચ્ચે રસાકસી

Published : 22 May, 2026 04:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સીઝનની પહેલી ટક્કરમાં બૅન્ગલોરે ૨૦૨ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૬ વિકેટે મેળવી હતી જીત, બૅન્ગલોર પાસે હૈદરાબાદમાં હૅટ-ટ્રિક જીતની તક

પૅટ કમિન્સ

પૅટ કમિન્સ


IPL 2026ની ૬૭મી મૅચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ પોતાની અંતિમ લીગ-સ્ટેજ મૅચમાં જીત મેળવીને પૉઇન્ટ-ટેબલમાં ટૉપ-ટૂના સ્થાન પર દાવેદારી મજબૂત કરવાનો પ્રયાસ કરશે. લીગ-સ્ટેજના અંતે ટૉપ-ટૂમાં રહેનાર ટીમો વચ્ચે ક્વૉલિફાયર-વનની ટક્કર થાય છે. એમાં જીતનાર ટીમ ફાઇનલમાં અને હારનાર ટીમ ક્વૉલિફાયર-ટૂ મૅચમાં રમે છે.

આ સીઝનની પહેલી ટક્કરમાં બૅન્ગલોરે ૨૦૨ રનનો ટાર્ગેટ ચેઝ કરીને હૈદરાબાદને ૬ વિકેટે હરાવ્યું હતું. સીઝનની શાનદાર શરૂઆત કરનાર બન્ને ટીમ હાલમાં ટૉપ-થ્રીમાં સ્થાન મેળવીને પ્લેઑફની ક્વૉલિફાઇડ ટીમ છે. છેલ્લી ત્રણેય મૅચ જીતનાર બૅન્ગલોર ૧૩ મૅચમાં ૯ જીત, ૪ હારને કારણે ૧૮ પૉઇન્ટ ધરાવે છે. છેલ્લી ૧૦ મૅચમાંથી ૭ મૅચ જીતનાર હૈદરાબાદ ૧૩ મૅચમાં ૮ જીત, પાંચ હારને કારણે ૧૬ પૉઇન્ટ સાથે ટૉચની ટીમોમાંથી એક છે.



બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

૨૭

હૈદરાબાદની જીત

૧૪

બૅન્ગલોરની જીત

૧૨

નો-રિઝલ્ટ


હૈદરાબાદના હોમગ્રાઉન્ડ પર બૅન્ગલોર ૧૨ મૅચમાંથી ૪ મૅચ જીત્યું છે અને ૮ મૅચમાં હાર્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આ મેદાન પર બૅન્ગલોરની ૯ ટક્કર થઈ છે. એમાંથી પાંચ મૅચ હૈદરાબાદે જીતી છે અને અંતિમ બે ટક્કર સહિત ૪ મૅચ બૅન્ગલોરે જીતી છે. હોમ-ટીમ સામે આજે બૅન્ગલોર હૅટ-ટ્રિક જીત મેળવવાનો પ્રયાસ કરશે.

સનરાઇઝર્સ હૈદરાબાદને પોતાના આ હોમગ્રાઉન્ડ પર ૬૯ મૅચમાં ૪૨ જીત અને ૨૬ હાર મળી છે. એક મૅચ નો-રિઝલ્ટ પણ રહી છે. વર્તમાન સીઝનની ૬ મૅચમાં હૈદરાબાદને અહીં કલકત્તા અને લખનઉ સામે જ હાર મળી છે અને બાકીની ૪ મૅચમાં આ ટીમે દિલ્હી, ચેન્નઈ, રાજસ્થાન અને પંજાબને હાર આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2026 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK