Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડ સામે ચાર વર્ષ બાદ વન-ડે મૅચ જીત્યું વેસ્ટ ઇન્ડીઝ

ન્યુ ઝીલૅન્ડ સામે ચાર વર્ષ બાદ વન-ડે મૅચ જીત્યું વેસ્ટ ઇન્ડીઝ

Published : 13 July, 2026 11:36 AM | IST | Guyana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ન્યુ ઝીલૅન્ડ માટે ઓપનર વિલ યંગે ૬૩ બૉલમાં પાંચ ફોરની મદદથી ૪૯ રન અને ડૅરિલ મિચલે ૭૩ બૉલમાં ૭ ફોર અને એક સિક્સની મદદથી ૬૫ રન કર્યા હતા

પહેલી વખત પ્રોફેશનલ મૅચ રમી રહેલા કૅરિબિયન યંગ સ્પિનર વિટેલ લૉઝે ૩ વિકેટ લીધી હતી

પહેલી વખત પ્રોફેશનલ મૅચ રમી રહેલા કૅરિબિયન યંગ સ્પિનર વિટેલ લૉઝે ૩ વિકેટ લીધી હતી


ન્યુ ઝીલૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ગઈ કાલથી પાંચ વન-ડે મૅચની સિરીઝ શરૂ થઈ હતી. પહેલી મૅચમાં યજમાન ટીમ વેસ્ટ ઇન્ડીઝે ૭ વિકેટથી જીત સાથે સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી હતી. કૅરિબિયન ટીમે આ હરીફ સામે છેલ્લે ઑગસ્ટ ૨૦૨૨માં છેલ્લી વન-ડે મૅચ જીતી હતી. ત્યાર બાદની પાંચેય વન-ડે મૅચમાં ન્યુ ઝીલૅન્ડ જીત્યું હતું.

પહેલી મૅચમાં ન્યુ ઝીલૅન્ડ ૪૯.૫ ઓવરમાં ૨૬૭ રન કરીને ઑલઆઉટ થયું હતું. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે ૪૮.૫ ઓવરમાં ૩ વિકેટે ૨૬૮ રન કર્યા હતા. કેસી કાર્ટી ૯૫ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.



ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ન્યુ ઝીલૅન્ડ માટે ઓપનર વિલ યંગે ૬૩ બૉલમાં પાંચ ફોરની મદદથી ૪૯ રન અને ડૅરિલ મિચલે ૭૩ બૉલમાં ૭ ફોર અને એક સિક્સની મદદથી ૬૫ રન કર્યા હતા. ટીમની છેલ્લી છ વિકેટ ૩૩ રનની અંદર પડી હતી. અનુભવી ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફને ૪ વિકેટ મળી હતી, જ્યારે પહેલી વખત પ્રોફેશનલ મૅચ રમી રહેલા યંગ સ્પિનર વિટેલ લૉઝે ૧૦ ઓવરમાં ૫૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી.


રન-ચેઝ દરમ્યાન કેસી કાર્ટીએ ૧૧૨ બૉલમાં ૧૦ ફોર અને બે સિક્સ ફટકારીને ૯૫ રન કર્યા હતા. કૅપ્ટન શાઇ હોપ ૯૨ બૉલમાં ચાર-ચાર ફોર અને સિક્સની મદદથી ૮૭ રન કરીને અણનમ રહ્યો હતો. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૫૪ બૉલમાં ૧૩૧ રનની ભાગીદારી થઈ હતી. ન્યુ ઝીલૅન્ડ માટે જેકબ ડફી સહિત ત્રણ બોલર્સે એક-એક વિકેટ લીધી હતી.  


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 11:36 AM IST | Guyana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK