T20 વર્લ્ડ કપ 2026 પહેલાં બે વખતની વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડીઝને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. T20 રૅન્કિંગમાં છઠ્ઠા ક્રમની ટીમ વેસ્ટ ઇન્ડીઝ દસમા ક્રમની ટીમ અફઘાનિસ્તાન સામે ૨-૧થી ત્રણ મૅચની T20 સિરીઝ હાર્યું છે.
T20 વર્લ્ડ કપ પહેલાં કૅરિબિયનો પોતાનાથી નીચલા ક્રમની ટીમ અફઘાનિસ્તાન સામે હાર્યા
T20 વર્લ્ડ કપ 2026 પહેલાં બે વખતની વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડીઝને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. T20 રૅન્કિંગમાં છઠ્ઠા ક્રમની ટીમ વેસ્ટ ઇન્ડીઝ દસમા ક્રમની ટીમ અફઘાનિસ્તાન સામે ૨-૧થી ત્રણ મૅચની T20 સિરીઝ હાર્યું છે. અફઘાનિસ્તાન પહેલી બે મૅચમાં અનુક્રમે ૩૮ અને ૩૯ રનથી જીત્યું હતું. અંતિમ મૅચમાં ૧૫ રને વિજય નોંધાવી વેસ્ટ ઇન્ડીઝે માંડમાંડ ક્લીન સ્વીપ રોકી હતી.
૬ વર્ષ બાદ બન્ને ટીમ વચ્ચે આ ફૉર્મેટની સિરીઝ રમાઈ હતી. હમણાં સુધી રમાયેલી ૩ સિરીઝમાંથી પહેલી સિરીઝ વેસ્ટ ઇન્ડીઝે પોતાને નામે કરી હતી જ્યારે અંતિમ બે સિરીઝ અફઘાનીઓએ જીતી છે.


