Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈકર જેમિમા રૉડ્રિગ્સની દિલ્હી ટીમ પ્લેઑફમાં પહોંચી

મુંબઈકર જેમિમા રૉડ્રિગ્સની દિલ્હી ટીમ પ્લેઑફમાં પહોંચી

Published : 02 February, 2026 11:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ આઉટ

દિલ્હી ૮ પૉઇન્ટ સાથે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને પાછળ છોડીને એલિમિનેટર મૅચમાં પહોંચ્યું

દિલ્હી ૮ પૉઇન્ટ સાથે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને પાછળ છોડીને એલિમિનેટર મૅચમાં પહોંચ્યું


વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની અંતિમ લીગ મૅચમાં યુપી વૉરિયર્ઝ સામે દિલ્હી કૅપિટલ્સે પાંચ વિકેટે જીત મેળવીને પ્લેઑફમાં સ્થાન મેળવ્યું છે. દિલ્હી ૮ પૉઇન્ટ સાથે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (૬ પૉઇન્ટ)ને પાછળ છોડીને એલિમિનેટર મૅચમાં પહોંચ્યું છે. યુપીએ ૮ વિકેટ ગુમાવીને આપેલા ૧૨૩ રનના ટાર્ગેટને દિલ્હીએ ૧૮.૪ ઓવરમાં ૧૨૬/૫નો સ્કોર કરીને ચેઝ કર્યો હતો.  

યુપી માટે દીપ્તિ શર્માએ ૨૪ રન અને શિખા પાંડેએ ૨૩ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. દિલ્હીની પેસ બોલર મૅરિઝાન કૅપે ૩ વિકેટ અને સ્પિનર શ્રી ચારણીએ બે વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. ટાર્ગેટ-ચેઝ દરમ્યાન દિલ્હી તરફથી લૉરા વૉલ્વાર્ટે ૩૬ બૉલમાં ૪૮ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. કૅપ્ટન જેમિમા રૉડ્રિગ્સે ૧૮ બૉલમાં ૩૪ રનની અણનમ ઇનિંગ્સ રમીને ૩ વખતની ફાઇનલિસ્ટ દિલ્હીની ટીમને પ્લેઑફમાં પહોંચાડી હતી. 



ટ્રોફી જીતવાની રેસમાં હવે ૩ ટીમ બાકી રહી  


૩ ફેબ્રુઆરી : એલિમિનેટર : ગુજરાત VS દિલ્હી 
પાંચ ફેબ્રુઆરી : ફાઇનલ : બૅન્ગલોર VS એલિમિનેટરની વિજેતા


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK