પાંચમી સીઝન ૧૪ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી વચ્ચે રમાશે
વિમેન્સ પ્રીમિયર લીગ
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની આગામી સીઝન માટે મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે. આગામી સીઝન માટેનું ઑક્શન ૨૮ ઑક્ટોબરે કેરલમના કોચીમાં યોજાશે.
પાંચમી સીઝન ગયા વર્ષની જેમ જ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાશે. બોર્ડે આગામી સીઝન માટે ૧૪ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરીની તારીખ જાહેર કરી છે. એના પછી ભારતમાં ૧૪થી ૨૮ ફેબ્રુઆરી વચ્ચે પહેલી વિમેન્સ ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે.
પાંચેય ટીમોને તેમના ખેલાડીઓને જાળવી રાખવા એટલે કે રીટેન કરવા અથવા મુક્ત કરવા વિશે નિર્ણય લેવા માટે ૨૮ સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
કોઈ વેન્યુની જાહેરાત નથી થઈ, પરંતુ અહેવાલ અનુસાર આ સીઝન માટે પણ મુંબઈ અને વડોદરાને પસંદ કરવામાં આવ્યાં છે. વારાણસીમાં કેટલીક મૅચો યોજવાનાં સૂચનો પણ મળ્યાં છે જ્યાં નવું સ્ટેડિયમ બની રહ્યું છે, પરંતુ એનો નિર્ણય સ્ટેડિયમની તૈયારી પર નિર્ભર રહેશે.
