PBKSના ક્રિકેટર હરપ્રીત બ્રારે સોશિયલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં તેની સાથે પ્રિયાંશ આર્ય અને અર્શદીપ સિંહ પણ હતા. ફોટા સાથેના કૅપ્શનમાં, હરપ્રીતે પ્રિયાંશને ‘સ્લોગર’ અને અર્શદીપને ‘બ્લૉગર’ કહ્યા હતા.
યુવરાજ સિંહે આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી
IPL 2026 ટુર્નામેન્ટમાં, રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ (RCB), ગુજરાત ટાઇટન્સ (GT), સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રૉયલ્સ (RR)એ પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. બીજી તરફ, પંજાબ કિંગ્સ (PBKS) જે ટુર્નામેન્ટની શરૂઆતમાં ટેબલમાં મોખરે હતી તે પાંચમા સ્થાને રહેતા સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. PBKS રેસમાંથી બહાર થતાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ દ્વારા સોશિયલ મીડિયાની એક પોસ્ટ પર કરવામાં આવેલી કમેન્ટની જોરદાર ચર્ચા શરૂ થઈ છે કરવામાં આવેલી એ જોરદાર ચર્ચા જગાવી છે. સતત હારનો સામનો કર્યા પછી, પંજાબ કિંગ્સ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ. ટીમે સિઝનની શરૂઆત મજબૂત રીતે કરી હતી, તેમની પ્રથમ છ મેચ જીતી હતી. જોકે, ત્યારબાદ સતત છ હારના સિલસિલાએ તેમના અભિયાનનો અકાળ અંત લાવી દીધો જેથી ચાહકો ટીમના ખેલાડીઓથી નારાજ હોવાનું જણાઈ રહ્યું છે અને તેમ યુવી પણ જોડાયો છે.
સોશિયલ મીડિયા પોસ્ટ પર યુવરાજની ફની કમેન્ટ વાયરલ
ADVERTISEMENT
PBKSના ક્રિકેટર હરપ્રીત બ્રારે સોશિયલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં તેની સાથે પ્રિયાંશ આર્ય અને અર્શદીપ સિંહ પણ હતા. ફોટા સાથેના કૅપ્શનમાં, હરપ્રીતે પ્રિયાંશને ‘સ્લોગર’ અને અર્શદીપને ‘બ્લૉગર’ કહ્યા હતા. આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા યુવરાજ સિંહે લખ્યું, "હવે તમારા બધાને ચપ્પલથી મારવાનો સમય આવી ગયો છે." યુવરાજની આ ટિપ્પણી વાયરલ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
View this post on Instagram
પંજાબ કિંગ્સના ખેલાડીઓનું પ્રદર્શન
પંજાબ કિંગ્સ માટે રમતા, પ્રિયાંશ આર્યએ નોંધપાત્ર રીતે સારું પ્રદર્શન કર્યું. IPL 2026 સીઝનમાં, તેણે 13 મૅચમાં 211 થી વધુના સ્ટ્રાઇક રેટથી 364 રન બનાવ્યા. તેનાથી વિપરીત, અર્શદીપ સિંહ માટે સીઝન અપેક્ષા મુજબ સારી રહી ન હતી. 14 મૅચમાં, તેણે 14 વિકેટ લીધી જ્યારે 38.64 ની સરેરાશ અને 10.20 ના ઇકોનોમી રેટથી 541 રન આપ્યા. હરપ્રીત બ્રારને આ સીઝનમાં ઘણી તકો મળી નથી. તેને ફક્ત બે મૅચમાં રમવાની તક આપવામાં આવી હતી, જેમાં તે બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. પંજાબ કિંગ્સના પ્રદર્શન બાદ, ટુર્નામેન્ટ ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગઈ છે, જે ટીમના ખેલાડીઓ દ્વારા શૅર કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને ત્યારબાદ તેમને મળેલી પ્રતિક્રિયાઓ દ્વારા પ્રેરિત છે. તેમ જ કેટલાક યુઝર્સ કહે છે કે તેઓ ફક્ત યુવીના કમેન્ટ જોવા આ પોસ્ટ પર આવ્યા છે અને તેમને મજા પડી ગઈ છે.
