Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૨૦૨૭ વન-ડે વર્લ્ડ કપ માટે હવે ભારતીય સ્ક્વૉડમાં મોટો ફેરફાર ન કરો : યુવરાજ સિંહ

૨૦૨૭ વન-ડે વર્લ્ડ કપ માટે હવે ભારતીય સ્ક્વૉડમાં મોટો ફેરફાર ન કરો : યુવરાજ સિંહ

Published : 17 September, 2026 01:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૭ વન-ડે વર્લ્ડ કપ પહેલાં યુવરાજ સિંહે ભારતીય ટીમમાં છેલ્લી ઘડીએ મોટા ફેરફાર ન કરવાની સલાહ આપી છે. તેમણે સતત તક મળતા ખેલાડીઓની મજબૂત ટીમ અને દબાણમાં મૅચ જીતાડી શકે એવા મૅચ-વિનર્સ પર ભરોસો રાખવા કહ્યું.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ


૨૦૨૭ વન-ડે વર્લ્ડ કપ માટે ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે મહત્ત્વપૂર્ણ સૂચન કર્યું છે. ૪૪ વર્ષનો યુવરાજ સિંહ કહે છે, ‘ભારતીય ટીમે હવે એક વર્ષ પછી યોજાનારી ટુર્નામેન્ટ માટે ટીમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે છેલ્લી ઘડીએ મોટા ફેરફારો કરવા યોગ્ય નથી. તમારે એવા શ્રેષ્ઠ ૧૧ મૅચ-વિનર્સ પર ભરોસો રાખવો પડશે. તે એવા ખેલાડીઓ હોવા જોઈએ જેના વિશે તમને વિશ્વાસ હોય કે તેઓ તમારા માટે મૅચ જિતાડી શકે છે. આ જ કારણ છે કે ઑસ્ટ્રેલિયા સફળ રહ્યું છે. કોઈ પણ દિવસે કોઈ એક ખેલાડી શાનદાર પ્રદર્શન કરે છે. જ્યારે ટીમ મુશ્કેલીમાં હોય છે ત્યારે તેઓ એકજૂથ થઈને જીત હાંસલ કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK