Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઓસાકા, બાર્ટી અને નડાલ ત્રીજા રાઉન્ડમાં

ઓસાકા, બાર્ટી અને નડાલ ત્રીજા રાઉન્ડમાં

20 January, 2022 12:59 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા વખતની ચૅમ્પિયન જપાનની નાઓમી ઓસાકાએ સેકન્ડ રાઉન્ડમાં અમેરિકાની મેડિસન બ્રેન્ગલને ૬-૦, ૬-૪થી હરાવી દીધી હતી

ડિફેન્ડિંગ ચૅમ્પિયન નાઓમી ઓસાકા (જમણે)એ ગઈ કાલે બીજો રાઉન્ડ જીત્યા પછી તેણે અને હરીફ મેડિસન બ્રેન્ગલે કોવિડ-પ્રોટોકૉલને ધ્યાનમાં રાખીને હાથ મિલાવવાને બદલે રૅકેટ ટકરાવીને ટેનિસ કોર્ટ પરથી વિદાય લીધી હતી.  (તસવીર : એ.પી.)

ડિફેન્ડિંગ ચૅમ્પિયન નાઓમી ઓસાકા (જમણે)એ ગઈ કાલે બીજો રાઉન્ડ જીત્યા પછી તેણે અને હરીફ મેડિસન બ્રેન્ગલે કોવિડ-પ્રોટોકૉલને ધ્યાનમાં રાખીને હાથ મિલાવવાને બદલે રૅકેટ ટકરાવીને ટેનિસ કોર્ટ પરથી વિદાય લીધી હતી. (તસવીર : એ.પી.)


મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે ટોચના ત્રણ પ્લેયરો બીજા રાઉન્ડમાં આસાનીથી જીતીને ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયા હતા. ગયા વખતની ચૅમ્પિયન જપાનની નાઓમી ઓસાકાએ સેકન્ડ રાઉન્ડમાં અમેરિકાની મેડિસન બ્રેન્ગલને ૬-૦, ૬-૪થી હરાવી દીધી હતી. તે પહેલો સેટ માત્ર ૨૦ મિનિટમાં જીતી હતી.
યજમાન ઑસ્ટ્રેલિયાની વર્લ્ડ નંબર-વન ઍશ બાર્ટીએ ઇટલીની ક્વૉલિફાયર લ્યુસિયા બ્રૉન્જેટીને ૬-૧, ૬-૧થી પરાજિત કરી હતી, જ્યારે પુરુષોમાં રાફેલ નડાલે જર્મન ક્વૉલિફાયર યાનિક હૅન્ફમૅનને ૬-૨, ૬-૩, ૬-૪થી હરાવીને થર્ડ રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2022 12:59 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK