Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ૨૦ વર્ષનો આયુષ શેટ્ટી વર્લ્ડ નંબર વન પ્લેયરને હરાવીને બૅડ્‍મિન્ટન એશિયા ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યો

૨૦ વર્ષનો આયુષ શેટ્ટી વર્લ્ડ નંબર વન પ્લેયરને હરાવીને બૅડ્‍મિન્ટન એશિયા ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યો

Published : 12 April, 2026 09:23 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અગાઉ ૨૦૧૮માં એચ. એસ. પ્રણોય બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

૨૦ વર્ષનો આયુષ શેટ્ટી

૨૦ વર્ષનો આયુષ શેટ્ટી


ભારતીય શટલર આયુષ શેટ્ટીએ બૅડ્‍મિન્ટન એશિયા ચૅમ્પિયનશિપ 2026ની મેન્સ સિંગલ્સની ફાઇનલ મૅચમાં એન્ટ્રી કરીને સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો છે. કર્ણાટકના આ ૨૦ વર્ષના બૅડ્‍મિન્ટન સ્ટારની ટક્કર આજે ફાઇનલ મૅચમાં વર્લ્ડ નંબર ટૂ અને યજમાન ચીનના ૩૦ વર્ષના શી યુક્વી સાથે થશે. ગઈ કાલે સેમી-ફાઇનલ મૅચમાં તેણે ૨૪ વર્ષના થાઇલૅન્ડના પ્લેયર અને વર્લ્ડ નંબર વન કુનલાવુત વિટિદર્સનને હરાવ્યો હતો. આયુષ શેટ્ટીએ આ હરીફ સામે ૧ કલાક ૧૫ મિનિટની રમતમાં ૧૦-૨૧, ૨૧-૧૯, ૨૧-૧૭થી જીત નોંધાવી હતી. પચીસમો ક્રમ ધરાવતા આ ભારતીય પ્લેયરે ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં વર્લ્ડ નંબર ફોર પ્લેયર જોનાથન ક્રિસ્ટીને માત આપી હતી. દિનેશ ખન્ના પછી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર તે પ્રથમ ભારતીય પુરુષ સિંગલ્સ ખેલાડી બન્યો છે. ૧૯૬૫માં દિનેશ ખન્નાએ આ ટુર્નામેન્ટમાં ભારત માટે પુરુષોની સિંગલ્સમાં એકમાત્ર ગોલ્ડ જીત્યો હતો. ટુર્નામેન્ટમાં ભારતને પુરુષોની સિંગલ્સનો મેડલ ૭ વર્ષ બાદ સુનિશ્ચિત થયો છે. અગાઉ ૨૦૧૮માં એચ. એસ. પ્રણોય બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 09:23 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK