Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતીય મૂળની ૧૧ વર્ષની ચેસ પ્લેયર બોધના શિવાનંદન સૌથી નાની વયની મહિલા ગ્રૅન્ડમાસ્ટર બની

ભારતીય મૂળની ૧૧ વર્ષની ચેસ પ્લેયર બોધના શિવાનંદન સૌથી નાની વયની મહિલા ગ્રૅન્ડમાસ્ટર બની

Published : 28 September, 2026 08:36 AM | IST | Tashkent
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય મૂળની ઇંગ્લૅન્ડની ૧૧ વર્ષ ૬ મહિનાની બોધના શિવાનંદન ચેસ ઇતિહાસની સૌથી નાની વયની મહિલા ગ્રૅન્ડમાસ્ટર બની છે. સમરકંદ ચેસ ઑલિમ્પિયાડમાં તેણે ત્રીજું વિમેન્સ ગ્રૅન્ડમાસ્ટર નૉર્મ મેળવી આ સિદ્ધિ હાંસલ કરી.

બોધના શિવાનંદન

બોધના શિવાનંદન


ઇંગ્લૅન્ડની ભારતીય મૂળની ૧૧ વર્ષ ૬ મહિનાની ચેસ ખેલાડી બોધના શિવાનંદન ચેસ ઇતિહાસની સૌથી નાની વયની મહિલા ગ્રૅન્ડમાસ્ટર બની છે. બોધના શિવાનંદને ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે ચેસ ઑલિમ્પિયાડમાં પોતાનું ત્રીજું વિમેન્સ ગ્રૅન્ડમાસ્ટર નૉર્મ હાંસલ કર્યું હતું. 
અગાઉ ૨૦૦૫માં ચીનની હોઉ યિફાને ૧૧ વર્ષ નવ મહિનાની ઉંમરે સૌથી નાની વયની મહિલા ગ્રૅન્ડમાસ્ટર તરીકેની સિદ્ધિ મેળવી હતી. ગ્રૅન્ડમાસ્ટર બનવા માટે ૨૫૦૦ રેટિંગ પૉઇન્ટ અને ત્રણ ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન નોંધાવવાનું હોય છે. 
બોધના શિવાનંદન મૂળ તામિલનાડુના ત્રિચીની છે પરંતુ તેનો જન્મ અને ઉછેર લંડનમાં થયો હતો. તેણે પાંચ વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું. એપ્રિલમાં તે બ્રિટનની નંબર વન મહિલા ચેસ ખેલાડી બની અને ઑગસ્ટમાં તે બ્રિટનની અત્યાર સુધીની સૌથી નાની વયની મહિલા ચેસ ચૅમ્પિયન બની હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2026 08:36 AM IST | Tashkent | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK