Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આઇ ઍમ બૅક

Published : 25 June, 2026 10:03 AM | IST | Texas
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોટી ટુર્નામેન્ટોમાં છેલ્લી ૧૦ મૅચમાં એક પણ ગોલ ન કરી શકનારા રોનાલ્ડોએ આ વખતના વર્લ્ડ કપનો પહેલો ગોલ ફટકારીને ગર્જના કરી...

રોનાલ્ડો

રોનાલ્ડો


ફુટબૉલ વર્લ્ડ કપમાં મંગળવારે પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને ૫-૦થી કચડી નાખ્યું હતું. આ રોમાંચક મૅચમાં ૪૧ વર્ષીય સુપરસ્ટાર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોના શાનદાર બે ગોલની મદદથી પોર્ટુગલે ધમાકેદાર વિજય મેળવ્યો હતો. મૅચની શરૂઆતની ૧૦ મિનિટમાં જ પ્રથમ ગોલ ફટકારીને રોનાલ્ડોએ ઇતિહાસ રચી દીધો હતો. તે ફુટબૉલના ઇતિહાસમાં તમામ ૬ વર્લ્ડ કપમાં ગોલ કરનારો દુનિયાનો એકમાત્ર ખેલાડી બની ગયો છે. ગોલ કર્યા બાદ રોનાલ્ડોએ અત્યંત ભાવુક થઈને ગ્રાઉન્ડ પરના કૅમેરા સામે ‘આઇ ઍમ બૅક’ની ગર્જના કરી હતી. મોટી ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટ્સમાં ૧૦ મૅચથી એકેય ગોલ ન કરી શકનારો રોનાલ્ડો આખરે આ દુકાળનો અંત લાવ્યો હતો.

આ મૅચ પહેલાં રોનાલ્ડોની વધતી ઉંમરને કારણે તેને બેન્ચ પર બેસાડવાની માગણી ઊઠી રહી હતી અને ભારે નકારાત્મક ટીકાઓ થતી હતી. શાનદાર પ્રદર્શન બદલ મૅન ઑફ ધ મૅચ બનેલા રોનાલ્ડોએ પોર્ટુગીઝ ભાષામાં પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ‘જ્યારે બધું સારું ચાલે ત્યારે લોકો કહે છે ‘રોનાલ્ડો સારો છે’, પણ જ્યારે પ્રદર્શન નબળું હોય ત્યારે કહે છે કે તે ‘ઘરડો થઈ ગયો છે અને નિવૃત્ત ખેલાડી છે’. મારી ૨૩ વર્ષની કારકિર્દીમાં હંમેશાં આવું જ રહ્યું છે, પણ આજે અમે મેદાન પર શ્રેષ્ઠ જવાબ આપ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2026 10:03 AM IST | Texas | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK