° °

આજનું ઇ-પેપર
Sunday, 01 August, 2021


પવલ્યુચેન્કોવાનું પરાક્રમ કે ક્રેજસિકોવાની કમાલ

12 June, 2021 03:56 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ફ્રેન્ચ ઓપનમાં આજે ૩૨મી ક્રમાંકિત રશિયન અને ૩૩મી ક્રમાંકિત ચેક રિપબ્લિકન ટેનિસ-સ્ટાર વચ્ચેની આ ટક્કરમાં આજે મળશે નવી મહિલા ચૅમ્પિયન

બારબોરા ક્રેજસિકોવા અને અનાસ્તાસિયા પવલ્યુચેન્કોવા

બારબોરા ક્રેજસિકોવા અને અનાસ્તાસિયા પવલ્યુચેન્કોવા

૩૦મી મેએ ફ્રેન્ચ ઓપન શરૂ થઈ ત્યારે ભાગ્યે જ કોઈએ ચેક રિપબ્લિકની બારબોરા ક્રેજસિકોવા અને રશિયાની અનાસ્તાસિયા પવલ્યુચેન્કોવાનાં નામ સાંભળ્યાં હશે, પણ આજે (સાંજે ૬.૩૦ વાગ્યે) એ બન્ને પૅરિસમાં વર્ષની બીજી ગ્રૅન્ડ સ્લૅમ ફ્રેન્ચ ઓપનમાં ઇતિહાસ રચવા માટે કોર્ટમાં ઊતરશે. ઓસાકા અને ફેડરર અધવચ્ચે હટી જવા સહિત અનેક અણધાર્યા ઝટકાભરી આ ફ્રેન્ચ ઓપનમાં મહિલા ફાઇનલિસ્ટો પણ ભારે અણધારી મળી છે અને એક નવી ચૅમ્પિયન મળવાનું નક્કી થઈ ગયું છે.

પવલ્યુચેન્કોવાએ સેમી ફાઇનલમાં સ્લોવેનિયાની તમારા ઝિદાન્સેકને સીધા સેટમાં ૭-૫, ૬-૩થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે ક્રેજસિકોવાએ ગુરુવારે રાતે જબરદસ્ત રોમાંચક ત્રણ સેટની લડાઈ અને ટુર્નામેન્ટની બીજા ક્રમાંકની સૌથી લાંબી મૅચમાં ગ્રીસની મારિયા સક્કારીને ૭-૫, ૪-૬, ૯-૭થી પરાસ્ત કરીને ફાઇનલ પ્રવેશ કર્યો હતો.

બાવનમો પ્રયાસ થયો સફળ

વર્લ્ડ રૅન્કિંગ્સમાં ૩૨મો ક્રમાંક ધરાવતી રશિયન પવલ્યુચેન્કોવા રેકૉર્ડ બાવનમી ગ્રૅન્ડ સ્લૅમમાં ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચી દીધો છે. ૨૦૦૭માં તે પહેલી ગ્રૅન્ડ સ્લૅમ રમી હતી અને આજે ૧૪ વર્ષ અને ૫૧ ગ્રૅન્ડ સ્લૅમ બાદ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે ૫૦થી વધુ ગ્રૅન્ડ સ્લૅમ રમ્યા બાદ ફાઇનલમાં પ્રવેશનાર પહેલી મહિલા ખેલાડી બની હતી. આ રેકૉર્ડ પહેલાં ૪૪ ગ્રૅન્ડ સ્લૅમનો રૉબર્ટ વિન્ચીના નામે હતો. જો આજે પવલ્યુચેન્કોવા જીતશે તો ફ્રેન્ચ ઓપનમાં ચૅમ્પિયન બનનાર એ અનાસ્તાસિયા મિસ્કિના (૨૦૦૪),  સ્વેત્લાના કુઝનેત્સોવા (૨૦૦૯) અને મારિયા શારાપોવા (૨૦૧૨ અને ૨૦૧૪) બાદ ચોથી રશિયન મહિલા ખેલાડી બનશે.

ડબલ સ્પેશ્યલિસ્ટ છે ક્રેજસિકોવા

હરીફ પવલ્યુચેન્કોવાથી ક્રેજસિકોવા એક જ ક્રમાંક પાછળ ૩૩મો ક્રમાંક ધરાવે છે. ક્રેજસિકોવાને ડબલ સ્પેશ્યલિસ્ટ ખેલાડી ગણવામાં આવે છે. ૨૫ વર્ષની ક્રેજસિકોવાએ આ પહેલાં બે વાર ગ્રૅન્ડ સ્લૅમની જીતનો સ્વાદ ચાખી લીધો છે, પણ એ બન્ને ડબલ્સમાં, ૨૦૧૮માં ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડનમાં. પણ ડબલ્સની કમાલ બાદ હવે સિંગલ્સમાં પણ ખીલી રહી છે. આઠ ડબલ્સ ટાઇટલ્સ જીત્યા બાદ ફ્રેન્ચ ઓપનની પહેલાં રમાયેલી સ્ટ્રાસબર્ગ ઇન્ટરનૅશનલ ઇવેન્ટમાં પહેલી વાર સિંગલ્સનું ટાઇટલ જીતી હતી.

12 June, 2021 03:56 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

Olympic athlete: મેકડોનાલ્ડમાં વેઈટરથી લઈ ઓલિમ્પિક સુધીની સફર

અમેરિકાની ઓલિમ્પિક એથ્લેટ ક્યુનેશા બર્ક્સની ઓલિમ્પિકની સફર ખુબ જ પ્રેરણદાયી રહી છે.

31 July, 2021 02:36 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ઑલિમ્પિક્સની પ્રથમ કિન્નર સ્પર્ધકે આયોજકોનો આભાર માન્યો

હુબાર્ડે આ ગેમ્સમાં પોતાને ભાગ લેવાનો મોકો મળે એ માટે મદદરૂપ થવા બદલ તેમ જ કિન્નર વર્ગના આદર્શો તથા મૂલ્યોની કદર કરવા બદલ આઇઓસીને થૅન્ક્સ કહ્યું છે.

31 July, 2021 09:46 IST | Mumbai | Agency
અન્ય સ્પોર્ટ્સ

નામ વિનાની જર્સી : મૅરીને કાવતરાની ગંધ

મૅરી કૉમે ગઈ કાલે આક્ષેપ કર્યો હતો કે તેને છેલ્લા ૧૬ સ્પર્ધકોવાળા રાઉન્ડ પહેલાં છેલ્લી ઘડીએ પદ્ધતિસરની સ્પષ્ટતા વગર જ આયોજકોએ જર્સી બદલવાની ફરજ પાડી હતી.

31 July, 2021 09:43 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK