કલકત્તામાં રમતપ્રેમીઓના જૂથે મેસીની માફી માગીને TMC નેતાઓનો કર્યો જોરદાર વિરોધ
દિલ્હીમાં છોકરાઓ સાથે ફુટબૉલ રમતો મેસી
લીઅનલ મેસીની કલકત્તા ઇવેન્ટને લઈને મોટી અપડેટ સામે આવી છે. અહેવાલ અનુસાર કલકત્તામાં જ્યારે નેતાઓ અને આયોજકો સહિતના VVIPઓએ તેને ઑટોગ્રાફ માટે હેરાન કર્યો ત્યારે તેને એક પેન શરીર પર વાગી હતી. ત્યાર બાદ મેસીને સુરક્ષાની ચિંતા થઈ અને તેણે ઑલમોસ્ટ ૨૦ મિનિટમાં પાછા જવાનો નિર્ણય લીધો હતો. તેણે મુખ્ય આયોજક સતાદ્રુ દત્તાને આ વાત જણાવી હતી જે હાલમાં પોલીસ-કસ્ટડીમાં છે. તેણે મેસીના પ્રાઇવેટ જેટમાં જ હૈદરાબાદ જવાની તૈયારી કરી લીધી હતી, પરંતુ સ્ટેડિયમ પર થયેલી અંધાધૂંધીને લીધે ઍરપોર્ટ પર જ તેની ધરપકડ કરવામાં આવી હતી.
કલકત્તામાં રમતપ્રેમીઓના જૂથે મેસીની માફી માગીને TMC નેતાઓનો કર્યો જોરદાર વિરોધ
ADVERTISEMENT

કલકત્તાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં લીઅનલ મેસીની ઇવેન્ટ દરમ્યાન થયેલી અંધાધૂંધીના મામલે ગઈ કાલે ઑલમોસ્ટ ૧૦૦ રમતપ્રેમીઓનું જૂથ રસ્તા પર ઊતરી આવ્યું હતું. કલકત્તાના રસ્તા પર ‘સૉરી મેસી, અમને શરમ આવી રહી છે’ જેવાં પોસ્ટર લઈને કૉન્ગ્રેસ સમિતિના સભ્યો પણ ઊતર્યા હતા. આ ઘટના માટે તૃણમૂલ કૉન્ગ્રેસના પ્રધાનો સુજિત બોઝ અને અરૂપ બિસ્વાસને જવાબદાર ગણાવીને સ્ટેડિયમમાં તોડફોડ માટે જવાબદારો સામે પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી.


