દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ૧૧ વર્ષ બાદ રમાઈ રહેલી હૉકી મૅચમાં ગઈ કાલે શરૂઆતથી છેલ્લી ઘડી સુધી મહેમાન ટીમ જર્મનીનો દબદબો જોવા મળ્યો હતો.
ગોલની ઉજવણી કરતી જર્મનીની હૉકી ટીમ.
દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ૧૧ વર્ષ બાદ રમાઈ રહેલી હૉકી મૅચમાં ગઈ કાલે શરૂઆતથી છેલ્લી ઘડી સુધી મહેમાન ટીમ જર્મનીનો દબદબો જોવા મળ્યો હતો. આઠ પેનલ્ટી-કૉર્નર અને એક પેનલ્ટી-સ્ટ્રોક મળવા છતાં ભારતીય હૉકી ટીમ જર્મની સામે ૨-૦થી હારી ગઈ હતી. પૅરિસ ઑલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ અને અડધાથી વધારે યુવા પ્લેયર્સવાળી જર્મનીની ટીમે ત્રીજી અને ૩૦મી મિનિટે ગોલ કરીને લીડ મેળવી લીધી હતી. બ્રૉન્ઝ મેડલિસ્ટ ટીમનો કૅપ્ટન હરમનપ્રીત સિંહ પૅરિસ ઑલિમ્પિક્સમાં દસ ગોલ કરવા છતાં આ મેદાન પર એક પણ ગોલ કરી શક્યો નહોતો. આજે આ સિરીઝની બીજી મૅચ આ જ મેદાન પર રમાશે.