Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતીય શટલર્સ સાત્વિક અને ચિરાગ થાઇલૅન્ડ ઓપનમાં સિલ્વર મેડલ જીત્યા

ભારતીય શટલર્સ સાત્વિક અને ચિરાગ થાઇલૅન્ડ ઓપનમાં સિલ્વર મેડલ જીત્યા

Published : 18 May, 2026 02:48 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થોમસ કપમાં ભારતીય ટીમ સાથે બ્રૉન્ઝ જીત્યા બાદ બન્નેએ બૅડ્મિન્ટનની રમત માટે ભારતમાં ઓછું પ્રોત્સાહન મળતું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સાત્વિક અને ચિરાગ

સાત્વિક અને ચિરાગ


સાત્વિક સાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય બૅડ્મિન્ટન જોડી થાઇલૅન્ડ ઓપન 2026માં મેન્સ ડબલ્સની ફાઇનલમાં ઇન્ડોનેશિયાની જોડી સામે હારી ગઈ છે. સિલ્વર મેડલ જીતનાર સાત્વિક અને ચિરાગનો ફાઇનલ મૅચમાં ૧૨-૨૧, ૨૩-૨૫થી પરાજય થયો હતો. ૨૦૧૯ અને ૨૦૨૪માં ટાઇટલ જીત્યા બાદ આ ભારતીય જોડી તેમના ત્રીજા થાઇલૅન્ડ ઓપન ટાઇટલ પર નજર રાખી રહી હતી. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન અને વિમેન્સ સિંગલ્સમાં પી. વી. સિંધુ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચીને મેડલ જીતવાની રેસમાં હાર્યાં હતાં. હાર્યા છતાં આ ટુર્નામેન્ટ ભારતીય જોડી સાત્વિક-ચિરાગ માટે પ્રોત્સાહક પુનરાગમન સાબિત થઈ છે. તેઓ ૨૦૨૬ સીઝનની તેમની પ્રથમ ફાઇનલમાં રમી રહ્યા હતા. ઇન્જરીને કારણે બન્નેએ એશિયા ચૅમ્પિયનશિપ અને સ્વિસ ઓપન જેવી ઘણી મોટી ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ફરજ પડી હતી. થોમસ કપમાં ભારતીય ટીમ સાથે બ્રૉન્ઝ જીત્યા બાદ બન્નેએ બૅડ્મિન્ટનની રમત માટે ભારતમાં ઓછું પ્રોત્સાહન મળતું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 02:48 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK