આર્જેન્ટિનાનો ૩૯ વર્ષનો મહાન ફુટબૉલર લીઅનલ મેસી છેલ્લી વખત નૅશનલ ટીમ માટે રમતો જોવા મળશે. આર્જેન્ટિના ઘરઆંગણે બ્યુનસ આયર્સમાં બેનિન ટીમ સામે ટકરાશે. મેસી સહિત આર્જેન્ટિનાના પ્લેયર્સ સ્પેશ્યલ જર્સી પહેરીને આ મૅચ રમશે.
અંતિમ વખત પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લેતો લીઅનલ મેસી.
આર્જેન્ટિનાનો ૩૯ વર્ષનો મહાન ફુટબૉલર લીઅનલ મેસી છેલ્લી વખત નૅશનલ ટીમ માટે રમતો જોવા મળશે. આર્જેન્ટિના ઘરઆંગણે બ્યુનસ આયર્સમાં બેનિન ટીમ સામે ટકરાશે. મેસી સહિત આર્જેન્ટિનાના પ્લેયર્સ સ્પેશ્યલ જર્સી પહેરીને આ મૅચ રમશે.
આર્જેન્ટિનાના સમય અનુસાર આ મૅચ ૬ ઑક્ટોબરે સાંજે ૮ વાગ્યે શરૂ થશે. જોકે ભારતીય સમય અનુસાર આ ફુટબૉલ મૅચ ૭ ઑક્ટોબરે સવારે ૪.૩૦ વાગ્યે શરૂ થશે. ભારતીય ફૅન્સ ઝી ફાઇવ OTT પ્લૅટફૉર્મ પર આ મૅચ નીહાળી શકશે.