મણિપુરની ૩૨ વર્ષની મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં મહિલાઓની ૪૯ કિલો વેઇટલિફ્ટિંગમાં કુલ ૧૯૮ કિલો વજન ઉઠાવી સિલ્વર મેડલ જીત્યો. આ સાથે ભારતનો ૨૮ વર્ષનો વેઇટલિફ્ટિંગ મેડલ-દુકાળ પણ ખતમ થયો.
મીરાબાઈ ચાનુ
એશિયન ગેમ્સમાં ગઈ કાલે ભારતનો વેઇટલિફ્ટિંગમાં ૨૮ વર્ષનો મેડલ-દુકાળ ખતમ થયો હતો. મણિપુરની ૩૨ વર્ષની મીરાબાઈ ચાનુએ મહિલાઓની ૪૯ કિલો કૅટેગરીની સ્પર્ધામાં કુલ ૧૯૮ કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો અને પોતાની કરીઅરનો પ્રથમ એશિયન ગેમ્સ મેડલ હાંસલ કર્યો.
મીરાબાઈ ચાનુએ સ્નૅચમાં ૮૭ કિલો અને ક્લીન ઍન્ડ જર્કમાં ૧૧૧ કિલો વજન ઉપાડ્યું હતું. એશિયન ગેમ્સમાં વેઇટલિફ્ટિંગમાં ભારતે આ સીઝનની શરૂઆત પહેલાં ૧૪ મેડલ જીત્યા હતા. છેલ્લો મેડલ ૧૯૯૮માં મહિલા વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરીના સિલ્વર રૂપે આવ્યો હતો.
હું છેલ્લા ૧૨ વર્ષથી એટલે કે ૨૦૧૪ની એશિયન ગેમ્સથી જ આ મેડલ માટે પ્રયત્નશીલ હતી. આ મેડલ સાથે મારું જીવન પરિપૂર્ણ લાગી રહ્યું છે. મારા માટે આ એશિયન ગેમ્સ કોઈ સ્વપ્ન સમાન રહી છે
- મીરાબાઇ ચાનુ
