વિરાટ કોહલીની આક્રમકતાના મંત્રનો મોહમ્મદ સિરાજે કર્યો મોટો ખુલાસો...
મોહમ્મદ સિરાજ, વિરાટ કોહલી
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીની આક્રમક માનસિકતા વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. વિરાટ કોહલી ક્રિકેટજગતના સૌથી આક્રમક પ્લેયર્સ અને કૅપ્ટન્સમાંથી એક રહ્યો છે. મોહમ્મદ સિરાજની ક્રિકેટ-કરીઅર વિરાટ કોહલીના નેતૃત્વમાં ખીલી છે. બન્ને મેદાન પર અને બહાર પણ મજબૂત સંબંધ ધરાવે છે.
તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘મેં વિરાટભાઈ પાસેથી આ શીખ્યું છે. વિરાટભાઈ હંમેશાં અમને કહેતા હતા કે આપણે આક્રમકતા અને જુસ્સાથી ક્રિકેટ રમવું જોઈએ. જ્યારે આપણે મેદાન પર હોઈએ છીએ ત્યારે હરીફ આપણો મિત્ર નથી હોતો. હરીફ આપણો દુશ્મન હોય છે. મૅચ પૂરી થયા પછી આપણે બધા મિત્રો હોઈએ છીએ. જો હું રમતને જુસ્સાથી નહીં રમું તો હું પહેલાં જેવો બોલર નહીં રહી શકું. જો મેદાન પર કંઈ બોલીશ નહીં તો હું ક્યારેય ફરક પાડી શકીશ નહીં. મને એ તીવ્રતાની જરૂર છે જેને વિરાટભાઈએ ટેકો આપ્યો હતો.’
ADVERTISEMENT
દુનિયા ભૂલી ગઈ હતી કે સિરાજ કોણ હતો. મને ખબર હતી કે જો હું મોંથી બોલીશ તો બહુ ઓછા લોકો સાંભળશે, પણ જો મારો બૉલ બોલશે તો આખી દુનિયાએ સાંભળવું પડશે.
- ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (ઇંગ્લૅન્ડ ટેસ્ટ ટૂર વિશે વાત કરતાં)

