બીજા રાઉન્ડમાં ઇટલીનો જૅનિક સિનર પણ હારીને બહાર થયો હતો એટલે કે આ વખતે મેન્સ સિંગલ્સમાં એક નવો ચૅમ્પિયન ખેલાડી જોવા મળશે.
ફ્રેન્ચ ઓપનમાં ૧૯ વર્ષના ખેલાડી સામે હારીને નોવાક જૉકોવિચ થયો આઉટ
વર્લ્ડ નંબર વન જોડીને હરાવીને સાત્વિક-ચિરાગ સિંગાપોર બૅડ્મિન્ટન ઓપનની ફાઇનલમાં પહોંચ્યા

સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય બૅડ્મિન્ટન જોડીએ વિશ્વ નંબર વન જોડીને હરાવીને સિંગાપોર બૅડ્મિન્ટન ઓપનની ફાઇનલમાં એન્ટ્રી કરી છે. ભારતની આ વર્લ્ડ નંબર ફોર જોડી આજે મેન્સ ડબલ્સની ફાઇનલ મૅચમાં વિશ્વની ત્રીજા ક્રમની ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. સાઉથ કોરિયાના કિમ વૉન-હો અને સીઓ સ્યુંગ સામે સેમી-ફાઇનલમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ બાવન મિનિટ સુધી લડત આપી હતી. ભારતીય જોડીએ ૨૧-૧૯, ૨૧-૧૮ સેમી-ફાઇનલ મૅચ જીતી હતી. સાઉથ કોરિયન જોડી પર સાત્વિક-ચિરાગની આ પહેલી જીત હતી. ૨૧મી સદીમાં મેન્સ ડબલ્સમાં સૌથી વધુ સતત ૩૪ મૅચ જીતવાનો આ સાઉથ કોરિયન જોડીનો સિલસિલો ગઈ કાલે અટક્યો હતો. મિક્સ્ડ ડબલ્સની સેમી-ફાઇનલમાં ધ્રુવ કપિલા-તનિષા ક્રાસ્ટોની જોડી સામે જપાનની જોડીએ ૨૧-૧૬, ૧૭-૨૧, ૨૧-૧૩થી જીત નોંધાવી હતી. અગાઉ ક્વૉર્ટર ફાઇનલમાં હારીને લક્ષ્ય સેન અને પી.વી. સિંધુ જેવા સ્ટાર શટલર્સ પોતાનાં અભિયાનને આગળ વધારી શક્યાં નહોતાં.
