૨૬ જાન્યુઆરીથી ટુર્નામેન્ટ શરૂ થશે અને ૧ ફેબ્રુઆરીએ ફાઇનલ મૅચ રમાશે. અહેવાલ અનુસાર આ ટ્રોફી વિશ્વમાં રમતગમતની સૌથી ઊંચી ટ્રોફી પણ બની છે. આ ટ્રોફીએ ચેન્નઈની પોલો ટુર્નામેન્ટ કોલાંકા કપ દ્વારા નિર્ધારિત અગાઉના ૬ ફુટના બેન્ચમાર્કને વટાવી દીધો છે.
માણસો કરતાં પણ ઊંચી છે પોલોની આ ટ્રોફી.
રાજસ્થાનમાં પોલો ક્લબે પોલો કપ 2026 ટ્રોફીનું લૉન્ચ કર્યું એ પોલોની દુનિયામાં એક ઐતિહાસિક ક્ષણ બની હતી. આ ટ્રોફી વિશ્વની સૌથી મોટી પોલો ટ્રોફી બની છે જે લગભગ ૭ ફુટ ઊંચી છે. પોલો કપ ટુર્નામેન્ટ જયપુરનાં વિવિધ પોલો ગ્રાઉન્ડ્સ પર યોજાશે. ૨૬ જાન્યુઆરીથી ટુર્નામેન્ટ શરૂ થશે અને ૧ ફેબ્રુઆરીએ ફાઇનલ મૅચ રમાશે. અહેવાલ અનુસાર આ ટ્રોફી વિશ્વમાં રમતગમતની સૌથી ઊંચી ટ્રોફી પણ બની છે. આ ટ્રોફીએ ચેન્નઈની પોલો ટુર્નામેન્ટ કોલાંકા કપ દ્વારા નિર્ધારિત અગાઉના ૬ ફુટના બેન્ચમાર્કને વટાવી દીધો છે.


