Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ટોક્યો:જે પહેલવાને વિનેશને હરાવી, તેની પરફૉર્મન્સ પર આધારિત ફોગાટનું કાંસ્ય પદક

ટોક્યો:જે પહેલવાને વિનેશને હરાવી, તેની પરફૉર્મન્સ પર આધારિત ફોગાટનું કાંસ્ય પદક

05 August, 2021 02:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિનેશ પાસે હજી પણ મેડલ જીતવાની તક છે, પણ આ માટે વિનેશને Banes Kaladzinskyayaના પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે. જો વનેસા ફાઈનલમાં પહોંચે છે ત્યારે વિનેશ માટે કાંસ્ય પદકનો રસ્તો ખુલશે.

વિનેશ ફોગાટ (તસવીર સૌજન્ય AFP)

વિનેશ ફોગાટ (તસવીર સૌજન્ય AFP)


53 કિલોના વર્ગમાં વિનેશ ફોગાટ પોતાના પ્રતિદ્વંદી બેલારૂસની વનેસાના જોરદાર પંચની સામે ટકી શકી નહીં. બેલારૂસની વનેસાને હાથે તે 3-9થી પરાજિત થઈ. વિનેશ પાસે મેડલ જીતાની તક છે, પણ આ માટે વિનેશને Vanes Kaladzinskyayaની પરફૉર્મન્સ પર નિર્ભર રાખવું પડશે. જો વનેસા ફાઇલમાં પહોંચે છે તો વિનેશ માટે કાંસ્ય પદકનો માર્ગ મોકળો થશે. આ માટે રેપચેજ નિયમ સમજવું જરૂરી છે.

શું હોય છે રેપચેજ નિયમ અને કેવો છે આ નિયમ?
રેપચેજ શબ્દ ફ્રાન્સીસી શબ્દ રેપેચર પરથી આવ્યો છે. આનો અર્થ બચાવ કરવો એવો થાય છે. ઇન્ટરનેશનલ રેસલિંગ એટલે કે કુશ્તીમાં રેપચેજ રાઉન્ડ કોઈપણ ખેલાડી માટે હારને ભૂલીને કમબૅક કરવાની તક હોય છે. જે પણ પહેલવાન પોતાની શરૂઆતની મેચમાં હારીને બહાર થઈ જાય છે તેમની પાસે મેડલ જીતવાની તક હોય છે. એવું ત્યારે જ શક્ય છે જ્યારે કે ખેલાડી ફાઇનલમાં પહોંચી જાય જેને તેમે હરાવી હતી. આમ થવા પર કાંસ્ય પદક જીતવા માટે શરૂઆતના રાઉન્ડમાં હારી ગયેલા ખેલાડીઓને તક મળે છે.



પહેલી મેચ જીતી હતી વિનેશ
વિનેશ ફોગાટ આજે પોતાની પહેલી મેચ સ્વીડનની પહેલવાન સોફિયા મેટસનને 7-1ની લીડ આપી હતી. સોફિયા મેટસન રિયો ઑલ્મિપિકમાં કાંસ્ય પદક જીતી ચૂકી હતી, પણ વિનેશે તેને 7-1થી સરળતાથી માત આપીને મહિલાઓને 53 કિલો ભારવર્ગની મેચમાં ક્વૉટરફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.


ઇતિહાસ રહ્યો ગૌરવશાળી
26 વર્ષીય વિનેશ ફોગાટ 2016ના રિયો ઑલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. જ્યાં ક્વૉર્ટર ફાઇનલની મેચ દરમિયાન તેનું ઘૂંટણ ફ્રેક્ચર થયું હતું અને તે મેટમાંથી પાછી ફરી હતી.

વિનેશ ફોગાટે જૂન 2021માં આયોજિત પોલેન્ડ ઓપનના 53 કિલો ભારવર્ગનું સ્વર્ણ પદક પોતાને નામે કર્યું. 26 વર્ષીય વિનેશનું આ સત્રમાં આ ત્રીજું ખિતાબ હતું. આ પહેલા તેણે માર્ચમાં માટિયો પેલિકોન અને એપ્રિલમાં એશિયન ચેમ્પિયનશિપનું સ્વર્ણ પદક પણ પોતાને નામ કર્યું હતું. એશિયન ચેમ્પિયનશિપમાં વિનેશનો દબદબો એ હદ સુધી હતો કે તેણે આખી ટૂર્નામેન્ટમાં એક પણ પૉઇન્ટ ગુમાવ્યો નહોતો.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2021 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK