જપાનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં આર. માધવનના ૨૧ વર્ષના દીકરા વેદાંત માધવને સ્વિમિંગમાં ડેબ્યુ કર્યું હતું. જોકે તેની ટીમ ૪x૨૦૦ મીટર ફ્રીસ્ટાઇલ રીલેની ફાઇનલમાં માત્ર ૦.૨૨ સેકન્ડથી સ્થાન મેળવી શકી નહોતી.
વેદાંત માધવન
જપાનમાં આયોજિત એશિયન ગેમ્સમાં ઍક્ટર આર. માધવનના ૨૧ વર્ષના દીકરા વેદાંત માધવને ડેબ્યુ કર્યું છે. જોકે સ્વિમર વેદાંત માધવનું ડેબ્યુ અપેક્ષા મુજબનું રહ્યું નહોતું. તે પુરુષોની ૪x૨૦૦ મીટર ફ્રીસ્ટાઇલ રીલેની ફાઇનલ માટે ક્વૉલિફાય કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
ભારતના અન્ય ત્રણ સ્વિમર સાથે આ ટીમ-ઇવેન્ટમાં ભાગ લઈ રહેલા વેદાંતની ટીમે ૭:૨૪:૩૨ના સમય સાથે રેસ પૂરી કરીને ૧૩ ટીમોમાં નવમું સ્થાન મેળવ્યું હતું. માત્ર ટોચની ૮ ટીમો જ ફાઇનલમાં પ્રવેશ મેળવી શકે છે. ભારત માત્ર ૦.૨૨ સેકન્ડના તફાવતથી ૮ ટીમોની ફાઇનલમાં સ્થાન મેળવવાનું ચૂકી ગયું. વેદાંત માધવન ૨૩ સપ્ટેમ્બરે પુરુષોની ૨૦૦ મીટર ફ્રીસ્ટાઇલ અને ૨૫ સપ્ટેમ્બરે ૨૦૦ મીટર બૅકસ્ટ્રોક સ્પર્ધામાં ભાગ લેશે.
