ચીનમાં આયોજિત વિમેન્સ હૉકી એશિયા કપ 2025ના સુપર-ફોર રાઉન્ડમાં ભારતીય વિમેન્સ ટીમે એન્ટ્રી મારી છે
ભારતીય વિમેન્સ હૉકી ટીમના ડિફેન્સે હરીફ ટીમને એક પણ ગોલ કરવા ન દીધો.
ચીનમાં આયોજિત વિમેન્સ હૉકી એશિયા કપ 2025ના સુપર-ફોર રાઉન્ડમાં ભારતીય વિમેન્સ ટીમે એન્ટ્રી મારી છે. ગઈ કાલે સિંગાપોર સામે ભારતે ૧૨-૦થી શાનદાર જીત નોંધાવી હતી. નવનીત કૌર (૧૪, ૧૮, ૨૮ મિનિટ) અને મુમતાઝ ખાન (૨, ૩૨, ૩૮ મિનિટ)એ હૅટ-ટ્રિક ગોલ ફટકાર્યા હતા. ગયા અઠવાડિયે ગ્રુપ-Bમાં થાઇલૅન્ડ સામે ૧૧-૦થી જીતનાર અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન જપાન સાથે ૨-૨થી ડ્રૉ મૅચ રમનાર ભારતીય ટીમ ૧૦થી ૧૩ સપ્ટેમ્બર દરમ્યાન સુપર-ફોર રાઉન્ડની ત્રણ મૅચ રમશે. ટૉપ-ટૂ ટીમ ૧૪ સપ્ટેમ્બરે ફાઇનલમાં ટકરાશે.

