Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મેન્સ લૉન્ગ જમ્પમાં ભારતે પહેલો ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીત્યો

મેન્સ લૉન્ગ જમ્પમાં ભારતે પહેલો ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીત્યો

Published : 10 August, 2026 04:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના ૧૮ વર્ષના શાહનવાઝ ખાને વર્લ્ડ એથ્લેટિક્સ અન્ડર-૨૦ ચૅમ્પિયનશિપની મેન્સ લૉન્ગ જમ્પમાં ૭.૮૪ મીટરનો કૂદકો મારીને ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. આ ઇવેન્ટમાં ભારતનો આ પહેલો મેન્સ મેડલ છે.

મેન્સ લૉન્ગ જમ્પમાં ભારતે પહેલો ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીત્યો

મેન્સ લૉન્ગ જમ્પમાં ભારતે પહેલો ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીત્યો


વર્લ્ડ એથ્લેટિક્સ અન્ડર-20 ચૅમ્પિયનશિપમાં ઉત્તર પ્રદેશના ૧૮ વર્ષના શાહનવાઝ ખાને ભારત માટે વધુ એક મેડલ જીત્યો હતો. લૉન્ગ જમ્પ ફાઇનલમાં ત્રીજા પ્રયાસમાં ૭.૮૪ મીટરનો કૂદકો મારીને શાહનવાઝ ખાને ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. 
વર્લ્ડ એથ્લેટિક્સ અન્ડર-20 ચૅમ્પિયનશિપમાં ભારતનો મેન્સ લૉન્ગ જમ્પમાં આ પહેલો મેડલ હતો. અગાઉ ૨૦૨૧માં વિમેન્સ લૉન્ગ જમ્પ ઇવેન્ટમાં શૈલી સિંહે ભારત માટે પહેલા મેડલ રૂપે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

વર્લ્ડ એથ્લેટિક્સ અન્ડર-20 ચૅમ્પિયનશિપમાં ભારતને પહેલો હાઈ જમ્પ મેડલ મળ્યો



રાજસ્થાનના ૧૯ વર્ષના બસંત કુમાર મેઘવાલે અમેરિકાની ધરતી પર ઇતિહાસ રચ્યો છે. વર્લ્ડ અૅથ્લેટિક્સ અન્ડર-20 ચૅમ્પિયનશિપમાં હાઈ જમ્પ ઇવેન્ટમાં મેડલ જીતનાર બસંત કુમાર મેઘવાલ પહેલવહેલો ભારતીય ખેલાડી બન્યો છે. 
બસંત કુમાર મેઘવાલે ૨.૨૧ મીટરનો જમ્પ કરીને વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવીને આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ૧૯ વર્ષનો આ ખેલાડી ઇન્ડિયન નેવીનો પણ ભાગ છે.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 04:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK