Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જવાહર બક્ષીની ગઝલોના આસ્વાદ પુસ્તક 'ઘેરો ગુલાલ'નો લોકાર્પણ કાર્યક્રમ

26 May, 2026 12:23 IST | Mumbai

જવાહર બક્ષીની ગઝલોના આસ્વાદ પુસ્તક 'ઘેરો ગુલાલ'નો લોકાર્પણ કાર્યક્રમ

જવાહર બક્ષીની ગઝલોના આસ્વાદ પુસ્તક “ઘેરો ગુલાલ'નો લોકાર્પણ કાર્યક્રમ

 

ગુજરાતી ભાષામાં પુસ્તકોના પ્રકાશન ક્ષેત્રે વર્ષ ૧૯૨૬થી કાર્યરત સંસ્થા આર. આર. શેઠ પોતાની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. ગુજરાતી, ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓનાં ઉત્તમ લેખકોના પુસ્તકો ગુજરાતી વાચકો સુધી પહોંચાડવામાં આ સંસ્થાનું મહત્વનું પ્રદાન રહ્યું છે. સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂરા કરવાની સિદ્ધિ તરીકે આર. આર. શેઠ ગુજરાતી ભાષાની પ્રથમ અને ભારતીય ભાષાઓની બીજા ક્રમાંકની પ્રકાશન સંસ્થા છે. આ ઐતિહાસિક ઘટનાનો સમગ્ર શ્રેય ગુજરાતી ભાષાના વાચકો અને લેખકોને જાય છે.

આ ઐતિહાસિક ઘટનાની ઉજવણી પ્રસંગે ગુજરાતના મહત્વના શહેરોમાં ગુજરાતી ભાષાના ઉત્તમ લેખકોના પુસ્તકોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ શ્રેણીના ભાગરૂપે ગુજરાતી ભાષાના સમર્થ સર્જક અને ગઝલકાર શ્રી જવાહર બક્ષીની ૫૧ ગઝલોનો ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકારો, વિવેચકો અને કવિઓ દ્વારા કરવામાં આવેલા આસ્વાદના પુસ્તક ‘ઘેરો ગુલાલ’નું લોકાર્પણ ૩૦મી મે શનિવારે, સાંજે ૫ વાગ્યે અમદાવાદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધન ભવનમાં થનાર છે. 

આ પુસ્તકનું સંપાદન જાણીતા કવિ અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સંપાદક હર્ષદ ત્રિવેદી તથા ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ જવાહર બક્ષીના સર્જન, પ્રદાન અને ગુજરાતી ગઝલમાં વિશેષ પ્રભાવ વિશે વાત કરશે. 

જાણીતા લેખક રવીન્દ્ર પારેખ દ્વારા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવશે. આ સંપાદનમાં સમાવિષ્ટ થયેલી કવિ જવાહર બક્ષીની થોડી ગઝલો લેખક પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કરશે.

સર્વ રસિકોને જાહેર આમંત્રણ છે અને પ્રવેશ નિઃશુલ્ક છે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK