Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રંગારંગ કાર્યક્રમનું આયોજન

07 August, 2023 04:54 IST | Mumbai

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રંગારંગ કાર્યક્રમનું આયોજન

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા મુંબઈમાં 12 ઑગસ્ટ અને 15 ઑગસ્ટ 2023ના રોજ દહિસર સમાજ ખાતે ‘કલરવ’ કાર્યક્રમનું આયોજન કર્યું છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ દર વર્ષે આવા વિશેષ કાર્યક્રમ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. આ કાર્યક્રમ સમાજની આવનારી યુવા પેઢીની પ્રતિભા, કલા અને સર્જનાત્મકતા પ્રદર્શિત કરશે. આ વર્ષે અમે પ્રતિભાને પ્રદર્શિત કરવા અને સ્પર્ધાઓને વધુ રસપ્રદ બનાવવા માટે પૉટ પેઇન્ટિંગ, ડ્રૉઇંગ, નિબંધ અને પત્ર લેખન, બાયો જ્વેલરી, રંગોળી, ડાન્સ, રીલ્સ બનાવવા જેવી 17 સ્પર્ધાઓ રાખવામાં આવી છે. વિજેતાઓને વિશેષ પુરસ્કાર આપવામાં આવે છે. ઇનામ વિતરણનો કાર્યક્રમ 15 ઑગસ્ટ, 2023ના રોજ સાંજે 5 વાગ્યે શરૂ થશે. એન્ટ્રી પાસ સિસ્ટમ પર આધારિત હશે. ઇવેન્ટના દિવસે દરેક સહભાગીને પાસ આપવામાં આવશે. સહભાગીએ અરજી સાથે ફોટો ID પ્રૂફ અને ઉંમરનો પુરાવો આપવો અનિવાર્ય છે.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK