Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જોડિયા બહેનોના પિતા અલગ નીકળ્યા, ૪૯ વર્ષે DNA ટેસ્ટમાં રહસ્ય ઉજાગર થયું

જોડિયા બહેનોના પિતા અલગ નીકળ્યા, ૪૯ વર્ષે DNA ટેસ્ટમાં રહસ્ય ઉજાગર થયું

Published : 06 October, 2026 03:31 PM | IST | Nottingham
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જીવનના પાંચ દાયકા વીતી ગયા ત્યાં સુધી તેમને અંદાજ નહોતો કે તેઓ ટ્‍વિન્સ ભલે હોય, તેમના પિતા એક નથી

મિશેલ અને લાવિનિયા

અજબ ગજબ

મિશેલ અને લાવિનિયા


બ્રિટનના નૉટિંગહૅમમાં ૧૯૭૬માં જન્મેલી મિશેલ અને લાવિનિયા નામની બે બહેનો વર્ષોથી ટ્‍વિન સિસ્ટર્સની જેમ ઊછરી હતી. તેમનો પરિવાર પણ આ છોકરીઓ ટ્‍વિન્સ છે એવું માનતો હતો. બન્ને સાથે જ મોટી થઈ હતી અને બન્ને વચ્ચે પ્રેમ પણ જોડિયાં બહેનો જેવો જ હતો. જીવનના પાંચ દાયકા વીતી ગયા ત્યાં સુધી તેમને અંદાજ નહોતો કે તેઓ ટ્‍વિન્સ ભલે હોય, તેમના પિતા એક નથી. જોકે ઘણા સમયથી મિશેલને પિતા સાથેના સંબંધોમાં તનાવ અનુભવાતો હતો. એ તનાવ વધતાં તેને લાગવા લાગ્યું હતું કે આ માણસ પોતાનો બાપ ન હોઈ શકે. તેણે ચૂપકેથી પૅટર્નિટી ટેસ્ટ કરાવવાનું વિચાર્યું. એ વખતે તેને હતું કે કદાચ તેના અને લાવિનિયાના પિતા બીજા જ કોઈ હશે. જોકે જે રહસ્ય ઉજાગર થયું એ વધુ ચોંકાવનારું હતું. પૅટર્નિટી ટેસ્ટ માટે મિશેલે પોતાની બહેન લાવિનિયા અને પિતા ત્રણેયની ડીઑક્સિરીબો ન્યુક્લેઇક ઍસિડ (DNA) એટલે કે મૂળભૂત કોષોની ટેસ્ટ કરાવી હતી. એમાં જાણવા મળ્યું કે લાવિનિયા અને તેના પિતાના જનીન મળતા આવે છે, પણ પોતે આ પિતાની જૈવિક દીકરી નથી, તેના પિતા કોઈક બીજા જ છે. જોડિયાં બહેનો એક જ સાથે જન્મી હોવાથી બન્નેનાં બર્થ-સર્ટિફિકેટમાં હૉસ્પિટલ અને જન્મનો સમય એકબીજાથી લગભગ મિનિટોનાં અંતરે છે. એમ છતાં બન્નેનાં પિતા અલગ છે. આવું કઈ રીતે શક્ય બન્યું અને મિશેલના ખરા પિતા કોણ છે એ તો તેની મમ્મી જ કહી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 03:31 PM IST | Nottingham | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK